The Kapil Sharma Show : શોમાં આવી તાપસી પન્નુ, કીકુ શારદાએ પુછી લીધો આ સવાલ
તાપસી પન્નુની ફિલ્મ 'લૂપ લપેટા' ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડની આ અભિનેત્રી આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

સોની ટીવીનો કોમેડી કાર્યક્રમ ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) દર ‘વીકએન્ડ’માં દર્શકોના ઘરોમાં હાસ્યનો માહોલ બનાવી જાય છે. દર અઠવાડિયે ઘણા મહેમાનો આ શોમાં આવે છે અને દર્શકોનું મનોરંજન કરે છે. આ દરમિયાન પોતાના શોમાં આવેલા મહેમાનોની સાથે કપિલ શર્મા અને તેના શો સાથે જોડાયેલા કલાકારો મજાક કરતા જોવા મળ્યા હતા. જો કે, કપિલના શોમાં અલગ-અલગ ક્ષેત્રના પ્રખ્યાત લોકો પોતાની હાજરી આપે છે. પરંતુ અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના અને તાપસી પન્નુ જેવા કેટલાક કલાકારો તેમની ‘બેક ટુ બેક’ રીલીઝ થતી ફીલ્મોને કારણે કપિલના શોમાં ઘણી વખત સામેલ થયા છે. આવતા શનિવાર, રવિવારે, તાપસી પન્નુનું ધ કપિલ શર્મા શોમાં સ્વાગત કરવામાં આવશે.
View this post on Instagram
તાહિર ભસીન અને તાપસી પન્નુ તેમની નેટફ્લિક્સ ફિલ્મ ‘લૂપ લપેટા’ના પ્રમોશન માટે શોમાં આવ્યા છે. સોની ટીવીની સોશિયલ મીડિયા ચેનલ પર રિલીઝ થયેલા પ્રોમોમાં, આપણે કીકુ શારદાને તાપસી પન્નુની ખિંચાઈ કરતા જોઈ શકીએ છીએ. શોમાં કીકુ શારદા હંમેશા અલગ-અલગ અવતારમાં જોવા મળે છે. આ વખતે તે શોમાં ‘વકીલ’ બનેલા જોવા મળ્યા છે.
તાપસીને પૂછવામાં આવ્યા રમુજી પ્રશ્નો
વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કપિલ શર્મા કીકુ શારદાને ચેતવણી આપતા કહે છે કે “વકીલ સાહેબ, તમે સમજી વિચારીને બોલજો.” કિકુ તેમને કહે છે કે સમજી વિચારીને બોલવાનો તેમને મોકો જ આપતા નથી. બેક ટુ બેક તો આ લોકો ફિલ્મો જ કરતા રહે છે. અક્ષય કુમાર અહીં આવતા-જતા રહે છે અને તેઓ નહીં તો તાપસી જી આવતા જતા રહે છે. તાપસી અહીથી જતા નથી ત્યાં તો આયુષ્માન ખુરાના આવી જાય છે. તો તમે ત્રણેય એક સાથે મળીને કામ કેમ નથી કરતા, તમે બધા મળીને અમને કેમ નથી ખરીદી લેતા? અસલી લૂપ લપેટા તો અહી ચાલી રહ્યું છે. કીકુની વાત સાંભળીને બધા હસવા લાગે છે.
આ વીડિયોમાં શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે “તાપસી અને કપિલ એકસાથે એવી કોમેડી કરશે કે હાસ્યના ફુવારા ઉડશે અને લોકો હસીને લોથપોથ થશે.” હવે વકીલ તરીકે સ્ટેજ પર આવેલા કિકુ શારદાએ પુછેલા આ સવાલનો હાજર જવાબી માટે જાણીતી તાપસી પન્નુ શું જવાબ આપે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : અનુષ્કા શર્માએ New Mommy પ્રિયંકા ચોપરાને આપી ચેતવણી, કહ્યુ તૈયાર થઇ જાઓ હવે
આ પણ વાંચો : કોનમેન સુકેશ સાથેના પ્રાઇવેટ ફોટોઝ વાયરલ થયા બાદ જેક્લીન ફર્નાન્ડીઝે કરી પહેલી પોસ્ટ
Latest News Updates





