The Kapil Sharma Show: અક્ષય કુમારે જણાવ્યું કે કેમ સૂર્યવંશીને રિલીઝ કરવા માટે થિયેટર ખોલવાની જોઈ રાહ

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) માં દર અઠવાડિયે સેલેબ્સ તેમની ફિલ્મના પ્રમોશન માટે આવે છે. આજના એપિસોડમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (Katrina Kaif) સૂર્યવંશીના પ્રમોશન માટે આવ્યા છે.

The Kapil Sharma Show: અક્ષય કુમારે જણાવ્યું કે કેમ સૂર્યવંશીને રિલીઝ કરવા માટે થિયેટર ખોલવાની જોઈ રાહ
Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:59 PM

કપિલ શર્મા શોના (The Kapil Sharma Show) આજના એપિસોડમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કૈફ (katrina Kaif) તેમની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ના પ્રમોશન માટે આવ્યા છે. સૂર્યવંશી 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કપિલની ટીમ શોમાં અક્ષય અને કેટરીના સાથે ખૂબ જ મસ્તી કરી છે. સૂર્યવંશી ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. હવે આખરે લગભગ 1.5 વર્ષ પછી આ ફિલ્મ રિલીઝ થઈ છે.

કેમ ફિલ્મ સિનેમાઘરોમાં કરી રિલીઝ

કપિલે અક્ષયને પૂછ્યું કે તમે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી રાહ કેમ જોઈ? તેના પર અક્ષયે કહ્યું કે કારણ કે આ એક મોટા બજેટની ફિલ્મ છે. તેથી અમે રાહ જોઈ. તેમણે આગળ કહ્યું- રોહિત અને હું ઈચ્છતા હતા કે દર્શકો સિનેમાઘરોમાં આવીને આ ફિલ્મ જુએ. આ માટે અમે 19 મહિના રાહ જોઈ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કપિલે કહ્યું કે જ્યારે મેં ફિલ્મનું ટ્રેલર જોયું તો તેમાં ઘણી બધી એક્શન સિક્વન્સ છે. જેને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ મોટા પડદા માટે જ બનાવવામાં આવી છે. જો તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હોત તો તમે પડદો કેવી રીતે મોટો કરત.

બે વખત મુલતવી રાખવામાં આવી 

તમને જણાવી દઈએ કે સૂર્યવંશી ગયા વર્ષે માર્ચ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના વાયરસના કારણે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઘણી વખત ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વાત સામે આવી હતી, પરંતુ અક્ષયે આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.

જે બાદ તેને આ વર્ષે એપ્રિલ મહિનામાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને ફરીથી મુલતવી રાખવી પડી. અક્ષય કુમાર અને કેટરિના કૈફની સાથે રણવીર સિંહ (Ranveer Singh) અને અજય દેવગણ (Ajay Devgn) પણ સૂર્યવંશીમાં કેમિયોમાં દેખાયા છે. આ ફિલ્મની સાથે જ રોહિત શેટ્ટીએ ફેન્સને સિંઘમ 3ની હિંટ આપી છે.

આ પણ વાંચો :- બાર્બી બેબી બની Janhvi Kapoor, આ તસ્વીરોમાં અભિનેત્રીના સુંદર લુકને જોઈને ફેન્સ થયા દિવાના

આ પણ વાંચો :- કેટરિના કૈફના રિક્રિએટ ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ પર કંઈક એવી આવી રવિના ટંડનની પ્રતિક્રિયા

g clip-path="url(#clip0_868_265)">