હાર્દિક પંડ્યાની પાડોશી બની બૉલીવુડની આ સુપરસ્ટાર અભિનેત્રી

દિશા પટનીએ પણ આ કૉમ્પ્લેક્સ એક ઘર ખરીદ્યું છે. દિશાએ આ મકાન 16મા માળે 5.95 કરોડમાં ખરીદ્યું છે. આ સિવાય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કુણાલ પંડ્યાએ પણ આ કૉમ્પ્લેક્સમાં એક ઘર ખરીદ્યું છે.

હાર્દિક પંડ્યાની પાડોશી બની બૉલીવુડની આ સુપરસ્ટાર અભિનેત્રી
Hardik Pandya (File Photo)

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી (Rani Mukerji) પોતાની જાતને ચર્ચાઓથી દૂર રાખવાનું પસંદ કરે છે. રાની છેલ્લે ફિલ્મ મર્દાની 2 માં જોવા મળી હતી. હવે રાણી ફરી એક વખત ચર્ચામાં આવી છે, તેણે નવું મકાન ખરીદ્યું છે. રાણી મુખર્જીએ મુંબઈના ખાર વેસ્ટમાં રૂસ્તમજી પેરામાઉન્ટમાં નવું વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, રાની મુખર્જીએ આ વર્ષે 31 માર્ચે આ મકાનના સોદાને આખરી ઓપ આપ્યો હતો અને આ મિલકતની રજિસ્ટ્રી 15 જુલાઈના રોજ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, રાની મુખર્જીનું નવું એપાર્ટમેન્ટ 22 મા માળે છે. આ ઘર 1485 ચોરસ ફૂટ કાર્પેટનું છે. જેની સાથે તેમને 2 પાર્કિંગ સ્પોટ મળ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, રાનીએ આ ઘર 7.12 કરોડમાં ખરીદ્યું છે. જોકે, રાનીએ હજુ સુધી પોતાનું ઘર ખરીદવાની માહિતીની પુષ્ટિ કરી નથી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાણીના ઘરમાંથી અરબી સમુદ્ર દેખાય છે.

આપને જણાવી દઈએ કે રાની મુખર્જી એકમાત્ર અભિનેત્રી નથી જેમણે આ બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું છે. તાજેતરમાં દિશા પટનીએ પણ આ કૉમ્પ્લેક્સમાં એક ઘર ખરીદ્યું છે. દિશાએ આ મકાન 16મા માળે 5.95 કરોડમાં ખરીદ્યું છે. દિશાએ જૂનમાં આ ઘર ખરીદ્યું હતું. આ સિવાય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેના ભાઈ કુણાલ પંડ્યાએ પણ આ કૉમ્પ્લેક્સમાં એક ઘર ખરીદ્યું છે.

વર્કફ્રંટની વાત કરીએ તો રાની અત્યારે આવનારી ફિલ્મ શ્રીમતી ચેટર્જી vs નોર્વેની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેઓ એક માના રોલમાં દેખાશે. આ ફિલ્મમાં એક માની લડાઇની યાત્રા બતાવવામાં આવી છે. આ ફિલ્મના શૂટિંગ માટે તે દેશની બહાર જઇ ચૂક્યા છે. રાનીને પોતાના આ પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઇ રહી હતી. કહ્યુ કે આ ફિલ્મ તેમના દિલની નજીક છે.

આપને જણાવી દઇએ કે રાની મુખર્જી છેલ્લીવાર મર્દાની 2 માં દેખાઇ હતી. એ ફિલ્મમાં રાનની એકટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી હતી.

 

આ પણ વાંચો  : Birthday Special :અજય દેવગણની કો-સ્ટાર સાયશા સહગલે 17 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યા હતા લગ્ન, આ રીતે ચાહકો દ્વારા થઈ ટ્રોલ

આ પણ વાંચો  : કાજલ અગ્રવાલે લગ્ન બાદ પ્રથમ વખત આ ખાસ તહેવારની કરી ઉજવણી, જુઓ અભિનેત્રીના ખુબસુરત Photos

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati