The Big Picture: બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર છે સલમાન ખાનના ફિટનેસ ગુરુ, સુલતાને રણવીર સિંહના શોમાં કર્યો ખુલાસો

સલમાન ખાનની ફિલ્મ 'અંતિમ' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ સલમાન ખાનની ફિટનેસ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

The Big Picture: બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર છે સલમાન ખાનના ફિટનેસ ગુરુ, સુલતાને રણવીર સિંહના શોમાં કર્યો ખુલાસો
The Big Picture
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Nov 13, 2021 | 9:55 PM

કલર્સના વિઝ્યુઅલ આધારિત ક્વિઝ શો ‘ધ બિગ પિક્ચર’ના (The Big Picture) પ્રીમિયરથી બોલીવુડની ઘણી હસ્તીઓએ તેમાં ભાગ લીધો છે. પરંતુ આજના એપિસોડમાં, શોના બબલી હોસ્ટ રણવીર સિંહે (Ranveer Singh) બોલિવૂડના ‘સુલતાન’ સલમાન ખાનનું (Salman Khan) ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ‘બાળ દિવસ’ની સાંજને યાદગાર બનાવવા માટે સલમાન તેની આગામી ફિલ્મ ‘અંતિમ’ના સહ કલાકારો આયુષ શર્મા અને મહિમા મકવાણા સાથે હતો. આ ખાસ અવસર પર સલમાને જણાવ્યું કે, આખરે તેણે યુવાની દરમિયાન કયા હિન્દી ફિલ્મ અભિનેતા પાસેથી તેની ફિટનેસની પ્રેરણા લીધી હતી.

સુપરસ્ટાર રણવીર સાથેની નિખાલસ વાતચીતમાં ‘દબંગ’ ખાને ખુલાસો કર્યો કે, નવી પેઢીના કલાકારોના ચુસ્ત શરીર તેમને 56 વર્ષની ઉંમરે પણ પોતાની જાતને જાળવી રાખવા માટે સખત મહેનત કરવા પ્રેરણા આપે છે. આ પછી તેણે બોડી-બિલ્ડિંગ માટે તેમની પ્રેરણા વિશે જણાવ્યું અને કહ્યું, “ખરેખર હું હંમેશા ધરમજીને ફોલો કરું છું, તેમના ચહેરા પર ઘણી માસૂમિયત છે. તે એક સુંદર માણસ છે જે દેખાવમાં સુંદર છે અને તેનું શરીર ખૂબ જ મજબૂત છે.”

સલમાન બે અઠવાડિયામાં બનાવી આવી ફિટનેસ

આયુષ શર્માએ એ પણ જણાવ્યું કે ‘અંતિમ’ના એક ફાઈટ સીન દરમિયાન સલમાનના શરીરને જોઈને તેનો આત્મવિશ્વાસ કેવી રીતે ડગમગી ગયો હતો અને તેણે ડિરેક્ટરને વિનંતી પણ કરી હતી કે, તે તેને તેનું શર્ટ પાછું પહેરવા દે. આયુષની વાત સાંભળ્યા પછી સલમાને કહ્યું કે, આ શર્ટલેસ સીન માટે તેને શરીરને કસવા માટે માત્ર બે અઠવાડિયાનો સમય મળ્યો હતો, પરંતુ તેણે તેની ફિલ્મ ‘અંતિમ’ની ટીમને નિરાશ નથી કર્યા.

ત્રણ શિફ્ટમાં કરતા હતા કામ

‘ધ બિગ પિક્ચર’ દરમિયાન, સલમાને તેના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહ્યું, “શરૂઆતમાં હું ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો. હું પ્રાર્થના કરતો હતો કે લોકેશન જેટલું દૂર છે, તે મારા માટે સારું છે જેથી હું કારમાં અડધો કલાક સૂઈ શકું. હું ઘરે પહોંચતો ત્યારે બધા સૂતા જોવા મળતા. રણવીર સિંહે સલમાનને તેના સંઘર્ષના દિવસોની આ પ્રેરણાદાયી વાત કહેવા બદલ પ્રશંસા કરી હતી જેણે તેને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: IIT બોમ્બેની ટીમેને મળી મોટી સફળતી, એલન મસ્કની કાર્બન રિમૂવલ સ્પર્ધામાં 1.8 કરોડનું ઇનામ જીત્યું

આ પણ વાંચો: AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati