AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
AAI Recruitment 2021: એરપોર્ટમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
AAI Recruitment 2021: એરપોર્ટમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 90 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે, તમે ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ- aai.aero પર જઈ શકો છો.
ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India, AAI) દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, તમે આ પોસ્ટ્સ માટે 30 નવેમ્બર 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. ઉમેદવારોની પસંદગી ભરતી ટેસ્ટ/મેરિટના આધારે કરવામાં આવશે. આ વિશે વધુ માહિતી માટે, તમે ભારતીય એરપોર્ટ ઓથોરિટીની (Airport Authority of India) સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – 1 નવેમ્બર 2021 અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2021 અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2021 ભરતી કસોટી/મેરીટ યાદી બહાર પાડવાની તારીખ – હજુ નક્કી નથી
લાયકાત
કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો સ્નાતક એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી કરી શકે છે. ડિપ્લોમા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી કરવા માટે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા હોવો જરૂરી છે. જો તમે વ્યવસાયિકમાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ કર્યો હોય તો તમે ITI ટ્રેડ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરી શકો છો. આયોજિત થનારી પસંદગી કસોટીમાં મેળવેલા ગુણની ટકાવારીના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
નોટિસ અનુસાર, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ મુંબઈ, ઔરંગાબાદ, ભોપાલ, ભુજ, દીવ, જલગાંવ, જામનગર, નાગપુર, સુરત એરપોર્ટ પર યોજાશે. જ્યારે ITI એપ્રેન્ટીસ મુંબઈ, જુહુ, ભાવનગર, વડોદરા, ઔરંગાબાદ, ભોપાલ, દીવ અને કંડલા એરપોર્ટ ખાતે યોજાશે. જ્યારે ડિપ્લોમા એપ્રેન્ટીસ મુંબઈ, સુરત, ભાવનગર, વડોદરા, ઔરંગાબાદ, પુણે, ગોવા, જામનગર કંડલા, દીવ, ગોંદિયા, જલગાંવ, સોલાપુર, કેશોદ અને નાગપુર એરપોર્ટ ખાતે યોજાશે.
આ રીતે અરજી કરી શકો છો
એપ્રેન્ટિસની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, પાત્રતા ધરાવતા ઉમેદવારોએ પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ www.aai.aero/enની મુલાકાત લેવી પડશે. તમારે વેબસાઇટના હોમ પેજ પર કારકિર્દી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તમે અહીં ઓનલાઈન અરજી કરી શકો છો.