AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIGG BOSS 14ના સેટ પરથી આવ્યા ખરાબ સમાચાર, ટેલેન્ટ મેનેજરનું થયું નિધન

વર્ષ 2020 મનોરંજન જગત માટે ખુબ જ ખરાબ વીત્યું છે. 2020માં ઘણા દિગ્ગજ એક્ટરોએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. વર્ષ 2021ની શરૂઆતમાં જ મનોરંજન જગતમાં બિગ બોસ 14માંથી(BIGG BOSS 14) એક ખરાબ ખબર સામે આવી છે.

BIGG BOSS 14ના સેટ પરથી આવ્યા ખરાબ સમાચાર, ટેલેન્ટ મેનેજરનું થયું નિધન
સલમાન ખાન અને પિસ્તા
Charmi Katira
| Edited By: | Updated on: Jan 16, 2021 | 6:33 PM
Share

વર્ષ 2020 મનોરંજન જગત માટે ખુબ જ ખરાબ વીત્યું છે. 2020માં ઘણા દિગ્ગજ એક્ટરોએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. વર્ષ 2021ની શરૂઆતમાં જ મનોરંજન જગતમાં બિગ બોસ 14માંથી(BIGG BOSS 14) એક ખરાબ ખબર સામે આવી છે. બિગ બોસ 14ના સેટની બહાર 2 ટીમ મેમ્બરનો ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અક્સ્માતમાં બિગ બોસની ટેલેન્ટ મેનેજર (TALENT MANAGER) પિસ્તા ધાકડનું(PISTA DHAKAD) કરૂણ મોત નીપજ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, પિસ્તાને ઘણી ઈજા થઈ હતી. વધુ લોહી વહી જવાને કારણે મોત નીપજ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવારના રોજ બિગ બોસ 14ની ટીમ સલમાન ખાન (SALMAN KHAN) સાથે ‘વિકેન્ડ કા વાર’ (WEEKEND KA VAR)નું શૂટિંગ કર્યું હતું. આ શૂટિંગ પૂરું કર્યા બાદ પિસ્તા તેનું સ્કૂટર લઈને નીકળી હતી. રસ્તા પર અંધારું હોવાને કારણે સ્કૂટર પરનું સંતુલન ગુમાવી દીધું હતું અને સ્કૂટર પલટી ખાઈ ગયું હતું. આ દરમિયાન પિસ્તા સાથે તેનો સહકર્મી પણ હતો. બંને ખરાબ રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન પાછળથી એક વેનિટી વાન આવી રહી હતી, જ્યારે પિસ્તા પડી ત્યારે વેનિટી વાન અજાણતાં તેમના પર ચડી ગઈ હતી. 24 વર્ષીય પિસ્તાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જણાવી દઈએ કે પિસ્તાએ બિગ બોસ ઉપરાંત ખતરો કે ખેલાડીમાં પણ કામ કર્યું હતું. ઘણા કલાકારો સાથે તેના સારા સંબંધો હતા. પિસ્તાના અચાનક મોતથી દરેક લોકો ચોંકી ઉઠ્યા છે. શોના મેકર્સ અથવા સલમાન દ્વારા હજી સુધી કોઈ સતાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ શો વિશે વાત કરવામાં આવે તો આ અઠવાડિયે વિકેન્ડ કા વારમાં કોઈપણ સ્પર્ધક ઘરથી બેઘર થશે નહીં. સલમાનખાન આ અઠવાડિયે સોનાલી ફોગાટ પર ઉગ્ર બોલાચાલી કરશે.

આ પણ વાંચો: Corona Vaccine લોન્ચ દરમ્યાન કેમ ભાવુક થયા PM મોદી, જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">