AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તુનિષા શર્મા અને શીઝાનના પરિવાર વચ્ચે સત્ય સાબિત કરવા હુંસાતુસી, હિજાબથી લઈ થપ્પડના સવાલ પર શીઝાનની બહેનોએ જણાવ્યું સત્ય

તુનિષા શર્માના (Tunisha Sharma Suicide Case) સુસાઈડ કેસમાં શીઝાનના પરિવારે સોમવારે એક પ્રેસ કોન્ફોરસમાં કહ્યું કે તુનીષાની માતા તેને બહાર જવા દેતી ન હતી. આ દરમિયાન પરિવારે તુનિષાની માતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો હતો.

તુનિષા શર્મા અને શીઝાનના પરિવાર વચ્ચે સત્ય સાબિત કરવા હુંસાતુસી, હિજાબથી લઈ થપ્પડના સવાલ પર શીઝાનની બહેનોએ જણાવ્યું સત્ય
Sheezan Khan - Tunisha SharmaImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 6:14 PM
Share

Sheezan Khan Family Press Conference: તુનિષા શર્મા સુસાઈડ કેસમાં ઘણાં આરોપોનો સામનો કરી રહેલા શીઝાન ખાનના પરિવારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ઘણાં સવાલોના જવાબ આપ્યા હતા. પરિવાર તરફથી નિવેદન આપતાં શીઝાનના વકીલે દાવો કર્યો હતો કે તુનીષાની માતા તેને કંટ્રોલ કરતી હતી. આ દરમિયાન પરિવારે તુનીષાની દરગાહની મુલાકાત અને હિજાબ પહેરવાને લઈને ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ પણ આપ્યા. આ દરમિયાન પરિવાર તરફથી તે આરોપોને પણ ફગાવી દેવામાં આવ્યા હતા, જેમાં તુનીષાના પરિવારે કહ્યું હતું કે તુનીષા શીઝાનને મોંઘી ગિફ્ટ આપતી હતી. પરિવાર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તુનીષા પાસે જમવાના પૈસા પણ ન હતા.

તુનીષાના હિજાબ પહેરવા પર શું બોલી ફલક?

શીઝાનની બહેન ફલક નાઝે કહ્યું કે તુનિષા સાથે મારો બહેનનો સંબંધ હતો, ભલે લોહીનો સંબંધ ન હતો. પરંતુ એક લાગણી હતી. ફલકે કહ્યું કે હું તુનીષાની એક મોટી બહેન જેવી હતી. ફલકે આગળ કહ્યું, અમે તેને (તુનીષાને) કોઈપણ કિંમત પર તકલીફમાં જોઈ શક્યા નથી… હિજાબ અને દરગાહનો તો સવાલ જ ઊભો થતો ન હતો. અમે જે ધર્મમાં માનીએ છીએ તે અમારી પર્સનલ વસ્તુ છે, તે અમારા પર્સનલ સ્પેશમાં થાય છે. અમે તેના માટે કોઈને ફોર્સ કરતા નથી અને ન તો એવો અમને હક છે કે અમે કોઈની પણ સાથે જબરદસ્તી કરીએ.

ફલકે વધુમાં કહ્યું, હિજાબ વાળો ફોટો જે દરેક જગ્યાએ છે તે શોનો છે… જ્યારે અમે (માયથોલોજિકલ સીરિયલ) કરીયે છે તો અમે પણ હિન્દી બોલીએ છીએ. શુદ્ધ હિન્દી બોલીયે છીએ. શીઝાનની બીજી બહેન શફક નાઝે કહ્યું કે અમે જ્યારે 12-13 કલાક એક કેરેક્ટરમાં રહીએ છીએ, તો એક આઉટફિટમાં રહીએ છીએ. તે નેચરલ છે કે અમે તે ભાષા બોલવા લાગીએ છીએ. તેણે કહ્યું કે કોઈ પણ ભાષાનો ધર્મ સાથે શું લેવા દેવા હોય. શફકે કહ્યું કે ભાષા બોલવાથી એ સાબિત થતું નથી કે ધર્મ પરિવર્તન થઈ ગયું છે.

દરગાહ લઈ જવાના સવાલ પર કહી આ વાત

શીઝાનની માતાએ કહ્યું કે તે કઈ દરગાહ અને કયા દિવસે ગઈ હતી? તુનીષાની માતાને સવાલ કરતાં તેણે કહ્યું કે જો તે દરગાહ પર ગઈ તો તેનો શું પુરાવો છે? કયા સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરી છે? શીઝાને તુનિષાને થપ્પડ મારી, આ સવાલ પર તેણે કહ્યું કે જો શીઝાને તેને થપ્પડ મારી તો તેણે કેમ કંઈ ન કર્યું.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">