AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC:જેઠાલાલની જલેબી-ફાફડા પાર્ટીમાં ડોક્ટર હાથીએ એવું શું કર્યું કે બધા થઈ ગયા હેરાન, વાંચો

જેઠાલાલ, જે પોતે ખાવાના શોખીન છે, તેમણે પરીવાર અને તેમના તમામ ગોકુલધામનાં મિત્રો માટે જલેબી ફાફડા પાર્ટી કરી, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું કે જેઠાલાલ હેરાન થઈ ગયા.

TMKOC:જેઠાલાલની જલેબી-ફાફડા પાર્ટીમાં ડોક્ટર હાથીએ એવું શું કર્યું કે બધા થઈ ગયા હેરાન, વાંચો
Taarak Mehta Ka Ooltah Chashmah
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 9:27 PM
Share

નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રસ્તુત તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં, જેઠાલાલ (Jethalal) તેમના પરિવાર અને મિત્રો માટે ખાસ જલેબી-ફાફડા મિજબાનીનું આયોજન કરે છે. જેઠાલાલના આ આમંત્રણ પર, તમામ પુરુષ મંડળ ખૂબ જ આતુરતાથી ગડા પરિવારના ઘરે પહોંચે છે.

ડોક્ટર હાથી જેઠાલાલના ઘરે થવાની દાવત વિશે સૌથી વધુ ઉત્સુક છે. ડોક્ટર હાથી જેઠાલાલના ઘરે સમય પહેલા જ પહોંચી જાય છે. જેઠાલાલ જ્યારે ટેબલ સજાવ્યા બાદ થાળી પીરસવાના હોય  છે ત્યારે ડૉક્ટર હાથી ખાવાની ખુશ્બૂથી પોતાને રોકી શકતા નથી.

જલેબી-ફાફડા થયા ગાયબ

ખાવાનું સામે છે પણ પોતાના મિત્રોની રાહ જોવી પણ જરૂરી છે. જેવું જ પુરુષ મંડળ આવે કે તરત જ જેઠાલાલ દરેકને જલેબી અને ફાફડા પીરસે છે અને પછી જેઠાલાલ પોતાની થાળીમાં ખાવાનું લેવા જાય છે ત્યારે ટેબલ પરથી બધી જલેબી-ફાફડા ગાયબ થઈ ચુક્યા હોય છે.

જેઠાલાલ થયા પરેશાન

એટલું જ નહીં, મિત્રો માટે પીરસવામાં આવેલું ખાવાનું મિત્રો ખાય તે પહેલા જ તેમની થાળીઓમાંથી ભોજન સમાપ્ત થઈ જાય છે. હવે ન તો થાળિયોમાં ખાવાનું છે અને ન ટેબલ પર. જેઠાલાલ આશ્ચર્યચકિત છે કે તેમણે દરેકને ભોજન પીરસ્યું હતું અને ટેબલ પર મૂક્યું હતું, તો બધું ખાવાનું ક્યાં ગાયબ થઈ ગયું.

જલેબી ફાફડા જેઠાલાલ અને તમામ પુરુષ મંડળને ખૂબ જ પ્રિય છે પરંતુ જેઠાલાલને કમનસીબે પોતાની દાવતમાં ભોજન ન મળ્યું. શું ડો. હાથીએ, જેઠાલાલ અને અન્ય પુરુસ મંડળનાં હિસ્સાનું ખાવાનું પૂરું કરી દીધું છે કે તેમણે ખાવાનું ક્યાંક છુપાવી દીધું છે?

જેઠાલાલની આ પરિસ્થિતિ રમુજી છે પણ દાવતની ખરી મજા ડો.હાથીએ લીધી છે. કેવી હશે જલેબી-ફાફડાની દાવત તે જાણવા માટે તમારે શો જોવો પડશે.

આ પણ વાંચો :- Birthday Special:​​ એક મરાઠી ફિલ્મના સેટ પર સચિનને મળ્યા હતા Supriya Pilgaonkar, દત્તક લીધેલી પુત્રીને લઈને આવ્યા હતા ચર્ચામાં

આ પણ વાંચો :- Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે ‘ભૂત પોલીસ’

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">