Bigg Boss 16: ટીના-શાલીનના માતા-પિતાએ સુમ્બુલના પિતા પર સાધ્યા નિશાન, જુઓ વીડિયો

|

Nov 25, 2022 | 10:20 PM

આજે બિગ બોસ 16ના (Bigg Boss 16) ઘરમાં શુક્રવારના વારમાં સલમાન ખાને શાલીન ભનોટ, ટીના દત્તા અને સુમ્બુલના પેરેન્ટ્સને બિગ બોસના સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા. બિગ બોસ દ્વારા એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

Bigg Boss 16: ટીના-શાલીનના માતા-પિતાએ સુમ્બુલના પિતા પર સાધ્યા નિશાન, જુઓ વીડિયો
salman khan tina dutta

Follow us on

બિગ બોસ સીઝન 16ના સ્પર્ધક ટીના દત્તા, સુમ્બુલ તૌકીર ખાન અને શાલીન ભનોટની સતત ચર્ચા થતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હવે તેમના માતા-પિતા પણ આ ત્રણેયની લડાઈમાં જોડાઈ ગયા છે, પરંતુ સુમ્બુલના પિતા આ શોમાં સુમ્બુલને સપોર્ટ કરવા માટે પહોંચી ગયા છે. પરંતુ આ વખતે ટીના દત્તાની માતા અને શાલીન ભનોટના પિતા પણ તેમના બાળકોને સપોર્ટ કરતા જોવા મળશે. બિગ બોસ દ્વારા એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં શાલીનના પિતા ટીના દત્તાની માતા અને સુમ્બુલના પિતા બિગ બોસના સ્ટેજ પર એકસાથે જોવા મળે છે.

સુમ્બુલના પિતા તૌકીર ખાન પર લગાવવામાં આવ્યા ગંભીર આરોપો

હોસ્ટ સલમાન ખાને પણ સુમ્બુલના પિતા તૌકીર ખાન પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે તમને લાગે છે કે તમારી દીકરીનું ઘરમાં સૌથી વધુ શોષણ થઈ રહ્યું છે, આ પછી શાલીનના પિતા એવું કહેતા જોવા મળે છે કે તૌકીર ખાન તમે બહારથી બિગ બોસ ચલાવાની કોશિશમાં વ્યસ્ત છો. બિગ બોસ આ મામલો અહીં જ શાંત પડ્યો નહીં, પરંતુ આ પછી ટીનાની માતાએ બધાનો ક્લાસ લીધો અને કહ્યું કે અમારા બાળકો બિગ બોસમાં રમી રહ્યા છે, આપણે તેમને કિન્ડર ગાર્ડનમાં મોકલ્યા નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જાણો શું છે સુમ્બુલના પિતાનું કહેવું

આના જવાબમાં સુમ્બુલના પિતાએ કહ્યું હતું કે, તમારી દીકરી ગમે તે કરે, તે મારી દીકરી વિરુદ્ધ જે ખોટું બોલે છે, શું તમને લાગે છે કે તે બધું બરાબર છે. આના પર ટીનાની માતા કહે છે, “હા તમે અને તમારી દીકરી સાચા છો, બાકી બધું ખોટું છે. બિગ બોસ 16નો નવો પ્રોમો જોઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, ઘણા યુઝર્સે કમેન્ટ કરી છે.

જાણો શું છે ફેન્સનું રિએક્શન

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે મને સુમ્બુલ માટે દુ:ખ થાય છે. તે કંઈ કરતી નથી છતાં પણ આખું અઠવાડિયું તેની ચર્ચા થતી રહે છે. અન્ય એક યુઝરે લખ્યું કે સાજિદ ખાનના કેસને ઢાંકવા માટે સુમ્બુલને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.

Next Article