The Big Picture : દીપિકા પાદુકોણને રણવીર સિંહે કહી ‘શેરની’, કહ્યું ‘દુનિયામાં એકમાત્ર પત્નીથી ડરું છું’

ગુજરાતનું જૂનાગઢ લાયન સફારી (Lion Safarni) માટે જાણીતું છે. કલર્સ ટીવીના 'ધ બિગ પિક્ચર'માં એક મહિલા સ્પર્ધકને દર્શાવવામાં આવી હતી જે સિંહોના આ જંગલમાં સંરક્ષકની ભૂમિકા ભજવે છે.

The Big Picture : દીપિકા પાદુકોણને રણવીર સિંહે કહી 'શેરની', કહ્યું 'દુનિયામાં એકમાત્ર પત્નીથી ડરું છું'
The Big Picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:55 PM

કલર્સના ધ બિગ પિક્ચરના મંચ પર, અત્યાર સુધી સેલિબ્રિટીની સાથે સાથે આમ માણસો સુધી તમામ ક્ષેત્રના વિવિધ લોકોને જોયા છે. તસ્વીર સે તકદીર તક લઇને જવા પર આ અનોખા શોમાં આજે સ્પર્ધક પિન્ટુ બેન સામેલ થયા છે. ગુજરાતના જૂનાગઢના ફોરેસ્ટ ઓફિસર પિન્ટુ બેનને જોઈને રણવીર ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ દરમિયાન, પિન્ટુ બેનના વખાણ કરતી વખતે, રણવીર તેની પત્ની દીપિકાના વખાણ કરવાનું ભૂલશે નહીં, એટલું જ નહીં, તે તેને શેરની પણ કહેવાના છે.

આ ક્વિઝ શોના મંચ પર સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) દ્વારા સ્વાગત કર્યા પછી, પિન્ટુ બેન તેને કહેતા જોવા મળે છે કે તે તેમના કામના ભાગરૂપે દરરોજ વન્યજીવ સાથે કેવી રીતે વિતાવે છે. આ પછી રણવીરે દીપિકા સાથેની તેની સફારી ટ્રીપનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે તેને વાઘ જોવાની કેટલી મજા આવી હતી. પ્રાણીઓ પ્રત્યેના ડરને સ્વીકારતી વખતે, રણવીરે પિન્ટુ બેનના નીડર સ્વભાવની પ્રશંસા કરી.

દીપિકાને કરી શેરની

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

દીપિકાને યાદ કરતાં રણવીરે પિન્ટુ બેનના પતિને કહ્યું કે, તમારી પત્નીની જેમ મારી પત્ની પણ શેરની છે અને જો હું કોઈથી ડરતો હોય તો તે મારી પત્ની ‘દીપિકા પદુકોણ’ (Deepika Padukone).

પિન્ટુ બેને રણવીરને આપી ભેટ

માત્ર સવાલ-જવાબ જ નહીં, રણવીર પિન્ટુ બેન સાથે ‘શૂટ ધ બલૂન ગેમ’ પણ રમતા જોવા મળ્યા હતા. જો કે, બંને વચ્ચેની આ સ્પર્ધામાં રણવીરે પિન્ટુ બેનને હરાવ્યા અને તેમણે ગેમ જીતી લીધી. પિન્ટુ બેને તેમની જીત પર તેમને માત્ર અભિનંદન જ નહીં, પણ તેમને ભેટ પણ આપી. હકીકતમાં, પિન્ટુ બેને તેમને બે ખાસ ટી-શર્ટ ભેટમાં આપ્યા, એક તેમના માટે અને એક દીપિકા માટે.

રણવીરનો ખાસ સંદેશ

રણવીરે તરત જ પિન્ટુ બેને આપેલી આ ગિફ્ટ પહેરી લીધી. આ એપિસોડ દરમિયાન, રણવીરે વન સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે વન સંરક્ષણને સમર્થન આપવું કેટલું મહત્વપૂર્ણ છે. અંતે, પિન્ટુ બેનની માતૃભાષા ગુજરાતીમાં તેમનો સંદેશ પૂરો કરતાં તેમણે કહ્યું, “જે સેવા કરે, એને મેવા મળે.”

આ પણ વાંચો :- Katrina Kaifએ સલમાન ખાન પર લગાવ્યા આરોપ, અભિનેતાએ આ રીતે કબૂલી પોતાની ભૂલ

આ પણ વાંચો :- રાજકુમાર-ભૂમિની ફિલ્મ ‘Badhaai Do’ આ દિવસે થશે રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે કોમેડીનો ભરપુર મસાલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">