રાજકુમાર-ભૂમિની ફિલ્મ ‘Badhaai Do’ આ દિવસે થશે રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે કોમેડીનો ભરપુર મસાલો

રાજકુમાર-ભૂમિની ફિલ્મ 'Badhaai Do' આ દિવસે થશે રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે કોમેડીનો ભરપુર મસાલો
Rajkumar Rao, Bhumi Pednekar

અભિનેતા રાજકુમાર રાવ (Rajkumar Rao) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)ની આગામી ફિલ્મ 'બધાઈ દો'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. અભિનેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ વિશે માહિતી આપી છે.

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Oct 30, 2021 | 7:16 PM

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ (Rajkumar Rao) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) તેમની આગામી ફિલ્મ ‘બધાઈ દો’ને લઈને ચર્ચામાં છે. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 26 જાન્યુઆરી 2022ના ગણતંત્ર દિવસના દિવસે રિલીઝ થશે. દિગ્દર્શક હર્ષવર્ધન કુલકર્ણીએ જણાવ્યું હતું કે “જ્યારે પરિવારના મનોરંજનની વાત આવે છે, ત્યારે કોમેડી સિવાય બીજું કંઈ નથી કારણ કે તે આનો આનંદ સમગ્ર પરિવાર સાથે માણી શકાય છે.

અમે ગણતંત્ર દિવસ પર બધાઈ દો રિલીઝ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ એક મનોરંજક ફિલ્મ છે. હું આશા રાખું છું કે દર્શકોને આ ફિલ્મ જોવાની એટલી જ મજા આવશે જેટલી અમને ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં સીમા પાહવા (Seema Pahwa), શીબા ચઢ્ઢા, લવલીન મિશ્રા, નીતિશ પાંડે (Nitish Pandey), શશિ ભૂષણ જેવા અનુભવી કલાકારો છે, જેઓ ફિલ્મની વાર્તાને આગળ લઈ જવાનું કામ કરે છે.

રાજકુમાર રાવે શેર કરી ફિલ્મની તારીખ

અભિનેતા રાજકુમાર રાવે તેમના ઈન્સ્ટાગ્રામ પર બધાઈ દોની રિલીઝ ડેટ શેર કરી છે. અભિનેતાએ લખ્યું “થિયેટર તૈયાર… તમે તૈયાર… તો અમે તૈયાર છીએ… ગણતંત્ર દિવસ 2022 પર અમે તમને સિનેમાઘરોમાં મળવા આવી રહ્યા છીએ”.

ફિલ્મમાં આ રોલ હશે રાજકુમાર અને ભૂમિનો

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર પહેલીવાર સ્ક્રીન પર રસપ્રદ પાત્રો ભજવતા જોવા મળશે. બંનેએ ક્યારેય આ પાત્ર ભજવ્યું નથી. રાજકુમાર મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે, જ્યારે ભૂમિ ફિલ્મમાં પીટી ટીચરની ભૂમિકામાં જોવા મળશે. જંગલી પિક્ચર્સની ‘બધાઈ દો’નું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે. જેને અક્ષત ઘિલ્ડીયાલ અને સુમન અધિકારીએ લખી છે.

આ ફિલ્મોમાં જોવા મળશે

રાજકુમાર રાવની તાજેતરમાં ડિઝની હોટ સ્ટાર પર હમ દો હમારી દો (Hum Do Hamare Do) રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ક્રિતી સેનન (Kriti Sanon), પરેશ રાવલ (Paresh Rawal) અને રત્ના પાઠક (Ratna Pathak Shah) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ એક લવ કોમેડી ફિલ્મ છે. ભૂમિ પેડનેકરના હાથમાં પણ ઘણા પ્રોજેક્ટ છે. અભિનેત્રી ‘રક્ષા બંધન’ (Raksha Bandhan)માં અક્ષય કુમાર (Akshay Kumar)ની સામે જોવા મળશે. આ સિવાય અભિનેત્રી પીરિયડ ડ્રામા ‘તખ્ત’ (Takht)માં જોવા મળશે.

આ પણ વાંચો :- Dia Mirzaએ આર માધવનના પુત્ર વેદાંતને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન

આ પણ વાંચો :- અભિનેતા Rajinikanthની તબિયત લથડી, ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati