3400થી પણ વધૂ એપિસોડ ધરાવતી TMKOCની ટીમથી થઈ આવી ભૂલ, જાણો જેઠાલાલની ટીમે શું આપ્યો જવાબ
Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં કોમેડી સાથે હંમેશા સામાજિક સંદેશ આપવામાં આવે છે. આ જ કારણ છે કે અસિત મોદી દ્વારા નિર્મિત આ શોને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે.
સોની સબ ટીવી પર પ્રસારિત થઈ રહેલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. રાત્રે 8:30 વાગ્યે આ શોના ચાહકો તેમના ટીવી સ્ક્રીન પર નજર નાખે છે. આ શોને જેટલા વધુ પસંદ કરવામાં આવે છે તેટલા જ આ શોના પાત્રો લોકોમાં લોકપ્રિય થાય છે. આવી સ્થિતિમાં જો શોના પ્રસારણ દરમિયાન કોઈ ભૂલ થાય છે, તો ચાહકો તેને તરત જ પકડી લે છે. તાજેતરના એપિસોડની જેમ. વાસ્તવમાં એવું બન્યું કે ગઈકાલે એટલે કે સોમવારે પ્રસારિત થયેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડમાં પીઢ ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) દ્વારા ગાયેલું ગીત ‘એ મેરે વતન કે લોગો’ની રિલીઝ ડેટ ખોટી બતાવી હતી. જો કે હવે શોના મેકર્સે પોતાની ભૂલ બદલ માફી માંગી લીધી છે.
લતા મંગેશકરના ગીત સાથે થઈ હતી આ ભૂલ
સોમવારના એપિસોડમાં આખી ગોકુલધામ સોસાયટી ક્લબ હાઉસમાં એકઠી થઈ હતી. આ દરમિયાન જૂના જમાનાના સદાબહાર ગીતો વગાડવામાં આવ્યા હતા અને ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન લતા મંગેશકરના શહીદોને સમર્પિત છેલ્લું ગીત ‘એ મેરે વતન કે લોગો’ વગાડવામાં આવ્યું હતું.
ગીત વિશે વાત કરતાં માસ્ટર ભિડેએ કહ્યું કે, આ ગીત 1965માં રિલીઝ થયું હતું અને જ્યારે લતા મંગેશકર આ ગીત ગાતા હતા ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પણ આંખોમાં આંસુ હતા. શોની ટીમની આ ભૂલ બાદ તે ટ્રોલ થવા લાગી હતી. આ પછી શોના નિર્માતાઓને તેમની ભૂલનો અહેસાસ થતાં જ તેઓએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી અને તેમના દર્શકોની માફી માંગી.
અહીં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કરો એક નજર
View this post on Instagram
અસિત મોદી અને શોની ટીમે માંગી હતી માફી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતાઓએ તેમના ઇન્સ્ટાગ્રામ પર જાહેરમાં માફી માંગી અને લખ્યું – અમે અમારા શુભેચ્છકો, ચાહકો અને દર્શકોની માફી માંગવા માંગીએ છીએ. આજના એપિસોડમાં અમે એ મેરે વતન કે લોગ ગીતની રિલીઝ ડેટ 1965 તરીકે જણાવી છે. જો કે હવે અમે અમારી ભૂલ સુધારીએ છીએ. આ ગીત 26 જાન્યુઆરી 1963ના રોજ રિલીઝ થયું હતું. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખીશું. અમે તમારા સમર્થન અને પ્રેમની કદર કરીએ છીએ. અસિત મોદી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની તમારી ટીમ.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Corona Update : ફરી કોરોનાએ રફ્તાર પકડી ! નવા કેસોમાં 17.8 ટકાનો વધારો થતા લોકોમાં ચિંતા