‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘ટપ્પુ’એ છોડ્યો શો, જાણો શું છે કારણ
ઘણા સમય પહેલા જ ટપ્પુએ એટલે કે રાજ અનડકટે (Raj Anadkat) તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ બંધ કરી દીધું હતું. આ જ કારણ હતું કે તેના ફેન્સ તેને શો છોડવા અંગે સવાલો પૂછી રહ્યા હતા.
સોની સબ ટીવીની ફેમસ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા ભજવનાર એક્ટર રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધું છે. શૈલેષ લોઢા પછી શોમાંથી આ બીજી મોટી એક્ઝિટ છે, જેના કારણે ફેન્સને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. TV9 એ 6 મહિના પહેલા ટપ્પુ આ શોને અલવિદા કહેશે તેવી જાણકારી ફેન્સ સાથે શેયર કરી હતી. પરંતુ હવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરતા રાજ અનડકટે આ સમાચારને ઓફિશિયલ કર્યા છે.
પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાજે લખ્યું છે કે, બધાને મારા નમસ્કાર. હવે સમય આવી ગયો છે કે મારે મને પૂછવામાં આવતા તમામ સવાલો અને સમાચારો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. નીલા ફિલ્મ પ્રોડક્શન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનું મારું એસોશિએશન ઓફિશિયલ રીતે પૂર્ણ થઈ ગયું છે. આ સફર ખૂબ જ સુંદર હતી. આ દરમિયાન મેં ઘણી વસ્તુઓ શીખી, સારા મિત્રો બનાવ્યા. મેં મારા કરિયરની કેટલીક બેસ્ટ મોમેન્ટ આ સેટ પર પસાર કરી છે.
અહીં જુઓ રાજ અનડકટની પોસ્ટ
View this post on Instagram
જાણો શું છે રાજ અનડકટનું કહેવું
રાજે આગળ લખ્યું છે કે, હું બધાને થેન્કયુ કહેવા માંગુ છું જેમને આ સફરમાં મને સાથ આપ્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ, મારા મિત્રો, મારો પરિવાર અને તમે બધા (ફેન્સ). હું એ તમામ લોકોનો જેમને મારું આ શોમાં સ્વાગત કર્યું, મને ટપ્પુ તરીકે પ્રેમ આપ્યો, હું તમામ લોકોનો આભારી છું. હું તારક મહેતાની ટીમને આગળની સફર માટે શુભેચ્છા પાઠવું છું. હું તમારા બધાના મનોરંજન માટે ટૂંક સમયમાં પાછો આવીશ. તમારો પ્રેમ અને આશીર્વાદ આવી જ રીતે બનાવી રાખજો.
શોમાં નવા ટપ્પુની થશે એન્ટ્રી
તમને જણાવી દઈએ કે ઘણાં સમય પહેલા જ રાજ અનડકટે ઘણાં સમય પહેલા જ આ શોનું શૂટિંગ કરવાનું બંધ કરી દીધું છે. તેના શો છોડવાને કારણે ફેન્સ ઘણાં સવાલો કરી રહ્યા છે. સૂત્રો મુજબ ટૂંક સમયમાં જ રાજ અનડકટ નવા પ્રોજેક્ટમાં લીડ રોલમાં જોવા મળશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રાજે ભવ્ય ગાંધીએ રિપ્લેસ કર્યો છે. હવે નવો ટપ્પુ કોણ આવશે તે જાણવા ફેન્સ એક્સાઈટેડ છે. આ શોના પાત્ર માટે પ્રોડક્સન હાઉસ તરફથી 6 મહિના પહેલા જ ઓડિશન શરું કરવામાં આવ્યું હતું.