AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાનના ફેન્સ માટે ગુડ ન્યુઝ, આ તારીખથી ટેલિકાસ્ટ થશે Bigg Boss 16

રિયાલિટી શોના લવર્સ બિગ બોસ 16ની (Bigg Boss 16) પ્રીમિયર તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સમજી લો કે તમારી આ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે, કારણ કે સલમાન ખાનનો શો બિગ બોસ 16 ક્યારે ઓન એર થશે તે અંગે મોટી વિગતો સામે આવી છે.

સલમાન ખાનના ફેન્સ માટે ગુડ ન્યુઝ, આ તારીખથી ટેલિકાસ્ટ થશે Bigg Boss 16
salman khan bigg boss 16
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 4:42 PM
Share

બિગ બોસ એ ભારતીય ટેલિવિઝનનો સૌથી ચર્ચિત અને લોકપ્રિય રિયાલિટી શો છે. ફરી એકવાર આ શો તેની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. નિર્માતાઓએ બિગ બોસ 16 (Bigg Boss 16) માટે પૂરી તૈયારી કરી લીધી છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) દ્વારા હોસ્ટ કરવામાં આવેલા શોની આગામી સિઝનની તારીખ જાહેર કરવામાં આવી છે. સલમાન ખાનના શો બિગ બોસ 16ની પ્રીમિયર તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ બિગ બોસ 16ને રિલીઝ ડેટ મળી ગઈ છે. અત્યાર સુધીના સમાચારો મુજબ આ શો 1 ઓક્ટોબરથી લોન્ચ થઈ રહ્યો હતો. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટમાં શોની રિલીઝ ડેટ 8 ઓક્ટોબર જણાવવામાં આવી રહી છે.

ક્યારે ટેલિકાસ્ટ થશે બિગ બોસ 16?

ટેલી ચક્કરના રિપોર્ટ મુજબ બિગ બોસ 16ને રિલીઝ ડેટ મળી ગઈ છે. અત્યાર સુધીના સમાચારો મુજબ આ શો 1 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો હતો. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટમાં શોની રિલીઝ ડેટ 8 ઓક્ટોબર જણાવવામાં આવી રહી છે. દેશના સૌથી મોટા રિયાલિટી શો વિશેના આ સમાચારમાં કેટલું સત્ય છે, તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. ફેનસમાં આ સિઝન 16 વિશે જબરદસ્ત ક્રેઝ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શોમાં એક્વા થીમ હશે. સલમાન ખાન સિઝન 16 પણ હોસ્ટ કરી રહ્યો છે. આ શો કરવા માટે સલમાન મોટી રકમ લેશે તેવી અટકળો ચાલી રહી છે.

નહીં આવે બીબી ઓટીટી 2?

બીજી તરફ બિગ બોસ ઓટીટીની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ વખતે બીબી ઓટીટી નહીં આવે. જો તે આવશે તો પણ તે આ વર્ષે સ્ટ્રીમ થશે નહીં. એવા અહેવાલો છે કે બીબી ઓટીટી 2 આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલમાં શરૂ થઈ શકે છે. પરંતુ હજુ પણ આ વિશે કોઈ પુષ્ટિ મળી નથી. ગયા વર્ષની ઓટીટી સિઝન દિવ્યા અગ્રવાલે જીતી હતી. આ શોને મોટાભાગના લોકોએ બોરિંગ ગણાવ્યો હતો. ઓટીટી બિગ બોસને વધારે સફળતા મળી નથી.

કોણ લેશે આ શોમાં ભાગ?

બિગ બોસ 15ની વાત કરીએ તો છેલ્લી સિઝન ટીવીની નાગિન તેજસ્વી પ્રકાશ જીતી છે. ફર્સ્ટ રનર અપ પ્રતિક સહજપાલ બન્યો હતો. બિગ બોસ 13ને જબરદસ્ત સફળતા મળી. આ પછી આવેલી બે સિઝન સક્સેસફુલ રહી ન હતી. ફેન્સને બીબી 16 પાસેથી ઘણી આશાઓ છે. મેકર્સ પણ આ સિઝનને મોટી અને એન્ટરટેઈનિંગ બનાવવા માટે તેમની બેસ્ટ કોશિશ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. બિગ બોસ 16ના સંભવિત સ્પર્ધકોની યાદીમાં મુનાવર ફારૂકી સિવાય ફૈઝલ શેખ, શિવિન નારંગ, કનિકા માન, વિવિયન ડીસેના, અંકિતા લોખંડે જેવા નામ સામેલ છે. પરંતુ શો અથવા આ સેલેબ્સ દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હવે રાહ માત્ર બિગ બોસ 16ના પ્રીમિયરની છે. આ વખતે શોમાં શું ખાસ જોવા મળશે તે જોવાનું રહેશે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">