AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : ટીવી પર પરત ફરી રહ્યો છે ટપ્પુ, મુનમુન દત્તા નહિ પરંતુ આ અભિનેત્રી સાથે મળશે જોવા

રાજ અનડકટે એક વર્ષ પહેલા અસિત કુમાર મોદીની ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહ્યું હતુ. ટીવીમાંથી બ્રેક લીધા બાદ રાજ કમબેક કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. તો જાણો રાજ ક્યારે અને કઈ ટીવી ચેનલ પર જોવા મળશે.

TMKOC :  ટીવી પર પરત ફરી રહ્યો છે ટપ્પુ, મુનમુન દત્તા નહિ પરંતુ આ અભિનેત્રી સાથે મળશે જોવા
Follow Us:
| Updated on: May 09, 2024 | 5:59 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મોટી સંખ્યામાં ચાહકો છે અને આ શોને લોકો ખુબ પ્રેમ પણ કરી રહ્યા છે. જેમાં કેટલાક કલાકારો તો એવા છે કે, તે તેના રિયલ નામ નહિ પરંતુ રિલ નામથી વધુ ફેમસ છે. જેમાં પછી બબિતા જી હોય કે પછી જેઠાલાલ, દયાભાભી કે પછી ટપ્પુ હોય. આ શોમાં અનેક કલાકારોએ ટીવી સિરીયલને અલવિદા કહી દીધી છે. પરંતુ આજે પણ તે ખુબ ફેમસ છે. આજે આપણે વાત કરી રહ્યા છે ટપ્પુ એટલે કે, રાજ અનડકટ વિશે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 5 વર્ષ સુધી કામ કર્યા બાદ રાજ અનડકટે સોની સબ ટીવીના આ પોપ્યુલર સીરિયલને અલવિદા કહ્યું હતુ.

જેઠાલાલલ-દયા બેન આ શોને ક્વિટ કર્યા બાદ રાજ ટીવી પરથી ગાયબ થયો હતો. હવે રાજ અનડકટ એટલે કે,ટપ્પુ કલર્સ ગુજરાતીની નવી ટીવી સિરીયલ સાથે પોતાનું કમબેક કરવા જઈ રહ્યો છે.

સીરિયલમાં મહત્વની ભુમિકામાં જોવા મળશે

રાજ અનડકટ એક ગુજરાતી ટીવી સિરીયલની સાથે કમબેક કરી રહ્યો છે. કલર્સ ગુજરાતીના યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાતના નામની ટીવી સિરીયલમાં તે અમીન શેખ સાથે જોવા મળશે. કૃષ્ણદાસી ફેમ સેનાએ આરજે તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ટીવીની પોપ્યુલર અભિનેત્રીએ અત્યારસુધી 30થી વધુ સીરિયલમાં કામ કરી ચુકી છે. રાજ આ સીરિયલમાં કેશવના પાત્રમાં જોવા મળશે. તો સના આ શોમાં મળવાથી તેના ચાહકો પણ ખુશ છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમની કથામાં જોવા મળેલા સીનિયર ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા પણ આ સીરિયલમાં મહત્વની ભુમિકામાં જોવા મળશે.

કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!
કરોડો રુપિયાનો માલિક મોહમ્મદ સિરાજનો આવો છે પરિવાર
'લૉડ ઠાકુર'નો આવો છે પરિવાર
આ 5 ફૂડ તમારા દાંતને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે

મુનમુન દત્તા સાથે અફેરને લઈ રહ્યો છે ચર્ચામાં

છેલ્લા કેટલાક સમયથી તે પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહ્યો હતો. તારક મહેતાના સેટ પર બબીતા જીનું પાત્ર નિભાવનારી અભિનેત્રી મુનમુન દત્તાની સાથે રાજના અફેરના સમાચાર ખુબ વાયરલ થયા હતા પરંતુ બંન્નેએ આ વાતને નકારી કાઢી હતી. ત્યારબાદ રાજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : અભિનેતાનો પહેલો પગાર 500 રુપિયા હતો, આજે કરોડોના માલિક સ્લીપર પહેરી જોવા મળે છે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">