દયાબેન, મહેતા સાહેબ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જાણો શું છે કારણ

Taarak Mehta Ka Ooltah Chashmah Show: લાંબા સમયથી શોમાં જોવા ન મળેલા રાજ અનડકટે હવે આખરે શોને અલવિદા કહી દીધું છે. અત્યાર સુધી જે અટકળો થઈ રહી હતી તેના પર રાજ અનડકટે (Raj Anandkat) પોતે આડકતરી રીતે મહોર મારી છે.

દયાબેન, મહેતા સાહેબ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જાણો શું છે કારણ
દયાબેન, મહેતા સાહેબ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શો
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jun 28, 2022 | 3:23 PM

Raj Anandkat : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી આ શો ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ અનેક સફળતાઓ પણ મેળવી છે પરંતુ અમુક કલાકારોએ આ શોને છોડ્યો છે જેના કારણે શોની લોકપ્રિયતા નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે, અત્યાર સુધી જે અટકળો થઈ રહી હતી તેના પર રાજ અનડકટે (Raj Anandkat) પોતે કન્ફોર્મ કર્યું છે કે તે શો છોડી રહ્યો છે તે લગભગ નક્કી છે.

દયાબેન, મહેતા સાહેબ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શો

છેલ્લા કેટલાક સમયથી ટપ્પૂ શોમાં જોવા મળી રહ્યો નથી. જેનું કારણ તે અભ્યાસ માટે મુંબઈથી બહાર હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ અનડકટ બોલિવુડમાં પ્રવેશ કરી રહ્યો છે. હાલમાં ઈન્સ્ટ્રાગ્રામ પર તેમણે જાણકારી આપી હતી. રણવીર સિંહની સાથે તે મોટા પ્રોજેક્ટમાં જોવા મળશે. હાલમાં આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી બહાર આવી નથી. હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે, મહેતા સાહેબ બાદ ટપ્પુ પણ શોથી અલગ ખઈ રહ્યો છે ટુંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે.

અનેક કલાકારો શો છોડી ચૂક્યા છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી એ પોપ્યુલર શોમાંથી છે જે વર્ષોથી ચાલું છે. જુલાઈ 2008માં ચાલુ થયેલા આ શોએ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, એવું કેટલીક વખત થયું છે કે, સીરિયલના અમુક સ્ટારે શોને વચ્ચે જ છોડી દીધો છે. જેમાં દયાબેન, મહેતા સાહેબ, બાવરી, નટ્ટુ કાકા જેવા પાત્રોનો સમાવેશ થાય છે. દિશા વાકાણી ઉર્ફ દયા ભાભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અભિનેત્રી દિશા વાકાણીને એક નવી ઓળખ આપી હતી.

આજે લોકો તેને દયા ભાભીના નામે જ ઓળખે છે, તેનો અવાજ આજે પણ મશહુર છે. ગત્ત વર્ષ 2017માં તેણે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો બાળકને સમય આપવા માટે શોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ બ્રેક લીધા બાદ તે પરત જ ફરી નહિ, મેકર્સે દયા ભાભીની આવવાની ખુબ રાહ જોઈ અંતે હવે દયા બેન માટે ઓડિશન લઈ રહ્યા છે. દયા બેને શોને અલવિદા કહેતા મોટો ફટકો લાગ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati