લોકપ્રિય ટીવી અભિનેતા અનુપમ શ્યામનું (Anupam Shyam) નિધન થયું છે. અનુપમે લાઈફ લાઈન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જણાવી દઈએ કે અનુપમને કિડની સંબંધિત સમસ્યાના કારણે થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે આઈસીયુમાં હતા પરંતુ થોડા દિવસ પહેલા તેઓ વેન્ટિલેટરમાંથી બહાર આવ્યા હતા.
અશોક પંડિતે અનુપમના નિધનની માહિતી આપી. તેમણે ટ્વિટ કર્યું, ‘જાણીને ખૂબ દુખ થયું કે પીઢ અભિનેતા અનુપમ શ્યામનું બહુવિધ અંગ નિષ્ફળતાને કારણે નિધન થયું છે. ફિલ્મ અને ટીવી ઉદ્યોગ માટે આ એક મોટું નુકસાન છે.
Sad to know about the demise of one of the finest actors & a great human being #AnupamShyam due to multiple organ failure . My heartfelt condolences to his family . A great loss to the film & tv industry . ॐ शान्ति ! 🙏 pic.twitter.com/ZvP7039iOS
— Ashoke Pandit (@ashokepandit) August 8, 2021
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ અભિનેતાને કિડનીની સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ભાઈએ હોસ્પિટલનું બીલ ચૂકવવા માટે લોકો પાસેથી આર્થિક મદદ પણ માંગી હતી. સ્થિતિ સારી થયા પછી, અભિનેતાને દરરોજ ડાયાલિસિસ માટે જવું પડતું હતું. પછી આ વર્ષે જ્યારે મન કી આવાઝ પ્રતિજ્ઞાની (Pratigya) બીજી સીઝન શરૂ થઈ ત્યારે અભિનેતાએ અભિનય ક્ષેત્રમાં ફરી પગ મુક્યો. શૂટિંગ પૂરું થયા પછી, તે અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ પર જતા હતા.
Mann Ki Awaaz Pratigya actor #AnupamShyam dies of multiple organ failure. #Tv9News pic.twitter.com/O1MYGFnLNv
— tv9gujarati (@tv9gujarati) August 8, 2021
એક ઈન્ટરવ્યુમાં અનુપમે જણાવ્યું હતું કે, તેમની તબિયત સારી ન હોવા છતાં પણ તેમણે સજ્જન સિંહનું પાત્ર ભજવવા માટે હા કેમ કહી હતી. અનુપમે કહ્યું હતું કે દર્શકો આ પાત્રને ખૂબ જ પસંદ કરે છે અને તે એક ક્ષણ માટે પણ તેના ચાહકોને નિરાશ કરવા નથી માંગતા.
તેણે કહ્યું હતું કે, ‘જીવનનું યુદ્ધ લડી રહ્યો હતો, ત્યાંથી આવી ગયો છું. હવે પ્રતિજ્ઞા શો મારફતે, હું ફરીથી દર્શકોને મનોરંજન આપવા માંગુ છું.
અનુપમ શ્યામ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના રહેવાસી હતા. તેમણે દસ્તક, દિલ સે, લગાન, ગોલમાલ અને મુન્ના માઇકલ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે રિશ્તે, ડોલી અરમાન કી, ક્રિષ્ના ચલી લંડન અને હમ ને લી શપથ જેવા ટીવી શોમાં તેના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા.
આ પણ વાંચો: Bigg Boss 15 : બિગ બોસના ઘરમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, પોતાની હોટનેસથી કરશે ફેન્સના દિલ પર રાજ