AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reality Show માં એક્ટર રામ કપૂરે કરી ‘હદ પાર’, કેમેરા સામે જ ‘લૈલા’ ને Kiss કરતા વીડિયો થયો ‘વાયરલ’

રિયાલિટી શો 'લોક અપ 2' શરૂ થતાંની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગયો છે. હાલમાં જ શોના હોસ્ટ રામ કપૂર અને કન્ટેસ્ટન્ટ વરુણ યાદવ ઉર્ફે 'લૈલા'નો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ વચ્ચે ભારે ચર્ચા જાગી છે.

Reality Show માં એક્ટર રામ કપૂરે કરી 'હદ પાર', કેમેરા સામે જ 'લૈલા' ને Kiss કરતા વીડિયો થયો 'વાયરલ'
| Updated on: Jul 01, 2026 | 8:36 PM
Share

રિયાલિટી શો ‘લોક અપ 2’ તેની શરૂઆતના પહેલા જ અઠવાડિયામાં સતત વિવાદોના કારણે હેડલાઇન્સમાં રહ્યો છે. 27 જૂનના રોજ શરૂ થયેલા આ શોમાં 15 સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ્સ છે અને દરરોજ કોઈ ને કોઈ ઘટના ચર્ચાનો વિષય બની રહી છે.

હવે Show સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટર રામ કપૂર અને કન્ટેસ્ટન્ટ વરુણ યાદવ ઉર્ફે લેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર યુઝર્સ વચ્ચે એક નવી ચર્ચા છેડી દીધી છે.

કેમેરા સામે Kiss કરી, કન્ટેસ્ટન્ટ્સ પણ હેરાન રહી ગયા

વાયરલ ક્લિપમાં રામ કપૂર, વરુણ યાદવના ખભા પર હાથ રાખીને મજાક-મસ્તી કરતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ પહેલા વરુણના ગાલ પર ઘણી વખત કિસ કરે છે અને પછી તો થોડી સેકન્ડ સુધી કિસ કરતા જોવા મળે છે. આ ઘટના દરમિયાન આસપાસ હાજર અન્ય કન્ટેસ્ટન્ટ્સ હસતા જોવા મળે છે.

વીડિયો સામે આવ્યા બાદ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી. આના તરત જ પછી વરુણ યાદવ ઉર્ફે લૈલાએ પણ મજાકિયા અંદાજમાં રામ કપૂર પર કટાક્ષ કરતા કહ્યું, “જોયું, આ માણસ 40 વર્ષ પછી પણ ચીટ કરે છે, કિસ કરે છે.” તેમના આ નિવેદન પર પણ શોના કન્ટેસ્ટન્ટ્સ હસતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પરના ‘Reaction’

સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સે આ હરકતને ખોટી ગણાવીને સવાલો ઉઠાવ્યા કે, કોઈપણ પ્રકારના ફિઝિકલ કોન્ટેક્ટમાં કન્સેન્ટ (સંમતિ) નું સન્માન થવું જોઈએ. કેટલાક લોકોએ તેને Show દરમિયાન થયેલી હળવી-ફૂલકી મસ્તીનો ભાગ ગણાવ્યો હતો. હાલમાં આ વીડિયોને લઈને ઓનલાઈન ચર્ચા ચાલુ છે.

કોણ છે ‘વરુણ યાદવ’ ઉર્ફે ‘લૈલા’?

વરુણ યાદવ, જેમને સોશિયલ મીડિયા પર ‘લૈલા’ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ દિલ્હીના રહેવાસી ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને ફિટનેસ એન્થુઝિયાસ્ટ છે. તેમના કોમેડી અને ફ્લર્ટિંગ સ્ટાઇલ વાળા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે, જેના કારણે તેમણે સારી એવી ઓળખ બનાવી છે.

રામ કપૂર ભારતીય ટેલિવિઝનના જાણીતા એક્ટર છે. તેમણે ‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવા ફેમસ ટીવી શોઝથી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી છે.

Ahuja Surname History : Lock Upp Season 2 માં ગોવિંદાની પત્ની સુનિતા આહુજાની એન્ટ્રી, જાણો આહુજા અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

Follow Us
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
g clip-path="url(#clip0_868_265)">