AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમને એસિડિટી થાય છે કે લિક્વિડિટી?, ‘શાર્ક ટેન્ક’ના જજોને કોમેડિયને કેમ પૂછ્યો આ સવાલ, જુઓ Viral Video

The Kapil Sharma Show: 'ધ કપિલ શર્મા'ના અપકમિંગ એપિસોડમાં 'શાર્ક ટેન્ક ઈન્ડિયા 2'ના તમામ જજ જોવા મળશે. તેનો પ્રોમો તાજેટરમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે જે ઘણો ફની છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

તમને એસિડિટી થાય છે કે લિક્વિડિટી?, 'શાર્ક ટેન્ક'ના જજોને કોમેડિયને કેમ પૂછ્યો આ સવાલ, જુઓ Viral Video
shark tank indiaImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:45 PM
Share

The Kapil Sharma Show: કોમેડી કિંગ કપિલ શર્માના સુપરહિટ ટીવી શો ‘ધ કપિલ શર્મા શો‘ના અપકમિંગ એપિસોડમાં ડબલ ધમાલ જોવા મળશે. શોમાં આવનારા નવા મહેમાનોને જોઈને લોકો પણ એક્સાઈટેડ છે. ધ કપિલ શર્મા શોના અપકમિંગ એપિસોડમાં બિઝનેસ રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 2’ના તમામ જજ જોવા મળશે. તેનો લેટેસ્ટ પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં ‘ગુડિયા’ના અવતારમાં કોમેડિયન કીકુ શારદા શાર્ક ટેન્ક જજીસ સાથે મસ્તી કરતા જોવા મળે છે.

કપિલ શર્મા શોમાં જોવા મળશે ‘શાર્ક ટેન્ક’ના જજ

ધ કપિલ શર્મા શોના અપકમિંગ એપિસોડમાં શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અમન ગુપ્તા, વિનીતા સિંહ, અનુપમ મિત્તલ, પીયૂષ બંસલ, નમિતા થાપર, અમિત જૈન જોવા મળવાના છે. એપિસોડના ઘણા પ્રોમો સામે આવ્યા છે અને નવા ટીઝરમાં કીકુ શારદા જજોને ફની સવાલો પૂછતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

સોની ટીવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મજેદાર પ્રોમો શેયર કરતા લખ્યું, “આ વીકેન્ડની રાતે 9:30 વાગ્યે, સોની એન્ટરટેઈનમેન્ટ પર ધ કપિલ શર્મા શોમાં આનંદકારક નફો અને દુ:ખદ નુકસાન જોવા મળશે કારણ કે શોમાં જોવા મળશે શાર્ક ટેન્ક ઈન્ડિયાના શાર્ક!”

પાણીપુરીથી એસિડિટી થાય છે કે લિક્વિડિટી?

પ્રોમોમાં કીકુ શારદા તેના ગુડિયા અવતારમાં શાર્ક ટેન્કના જજોને સવાલ પૂછે છે, “હું તમને એક વાત પૂછવા માંગતો હતો કે જો તમે ફંડિંગ વંડિંગ કરો છો, તો ક્યારેક પાણીપુરી ખાધા પછી જ્યારે તમારું પેટ ખરાબ થઈ જાય છે, ત્યારે તમને એસિડિટી થાય છે કે લિક્વિડિટી થાય છે…? આ સાંભળીને બધા જજ હસવા લાગ્યા. જ્યારે અમન ગુપ્તા તેના સોફા પરથી ઉઠે છે અને તાળીઓ પાડવા લાગે છે.

આ પણ વાંચો :

શોના આ એક્સાઈટિંગ પ્રોમોએ પણ દર્શકોને ખૂબ જ એક્સાઈટેડ કર્યા છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ફની રિએક્શન આપતા જોવા મળે છે. એક યુઝરે કહ્યું, “શાર્ક ટેન્ક બી લાઈક કહાં આકર ફસના દિયા”. અન્ય એક યુઝરે કહ્યું, “આ એપિસોડ જોવા માટે રાહ નથી જોઈ શકતો.” આ સિવાય અન્ય યુઝર પણ ફની કોમેન્ટ કરી રહ્યા છે અને સતત આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">