હુમાની ‘મેડનેસ મચાયેંગે’ ટીમે આવતાંની સાથે જ ધૂમ મચાવી, બધાની પહેલા નિશાન પર આવી રણબીરની ‘એનિમલ’

|

Mar 18, 2024 | 2:26 PM

હુમા કુરેશીનો શો 'મેડનેસ મચાયેંગે' તેની કોમેડીથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે. મુનવર ફારૂકીએ આ શોના ઓપનિંગ એક્ટમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. હુમા કુરેશીની ટીમ, જેણે પહેલા અઠવાડિયાથી જ દર્શકોના દિલ જીતવાનું મન બનાવી લીધું છે, તેણે રણબીર કપૂરના એનિમલની પેરોડી કરતો એક એક્ટ બધાની સામે રજૂ કર્યો હતો.

હુમાની મેડનેસ મચાયેંગે ટીમે આવતાંની સાથે જ ધૂમ મચાવી, બધાની પહેલા નિશાન પર આવી રણબીરની એનિમલ
reality show Madness Machayenge

Follow us on

OTT પ્લેટફોર્મ સોની લિવ પર ‘મહારાણી’ સાથે પોતાનો જાદુ બતાવ્યા બાદ હવે હુમા કુરેશીએ પણ સોની ટીવી પર એન્ટ્રી કરી છે. હુમા કુરેશીએ કોમેડી રિયાલિટી શો ‘મેડનેસ મચાયેંગે’માં કેટલાક કોમેડી કલાકારોને દેશ સમક્ષ રજૂ કર્યા છે. આ કોમેડી શોમાં ભાગ લેનારા સ્પર્ધકો જજની સામે અનેક પરફોર્મન્સ કરશે.

આ એક્ટ દરમિયાન એકબીજાને ટ્રોલ કરવામાં આવશે અને સ્ટેજ પર કેટલીક કોમેડી સ્કીટ્સ પણ રજૂ કરવામાં આવશે. શોના પ્રીમિયર એપિસોડમાં ‘મેડનેસ મચાયેંગે’ની ટીમે સંદીપ રેડ્ડી વાંગાની સુપરહિટ ફિલ્મ ‘એનિમલ’ને જોરદાર ટ્રોલ કરી હતી.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

ડાયલોગને જોરદાર ટ્રોલ કર્યા

‘જાનવર’ નામ સાથે રજૂ કરાયેલા આ એક્ટમાં રણવિજય (કેતન સિંહ), પાપા બલવીર સિંહ (કુશલ બદ્રિકે), જ્યોતિ સિંહ (બીસી આંટી) અને ગીતાંજલિ (અંકિતા શ્રીવાસ્તવ) પણ સામેલ હતા. ફરક માત્ર એટલો હતો કે રણબીર કપૂરનું પાત્ર રણવિજય લોકોને બંદૂકથી મારવાને બદલે ચપ્પલ વડે વંદો મારી રહ્યો હતો.

આ ટીમે તેના ‘સુનાઈ દે રહા હો બહાર નહીં હું મૈં’ ડાયલોગને પણ જોરદાર ટ્રોલ કર્યો હતો. આ એક્ટમાં અનિલ કપૂરનો પક્ષ એમ કહીને રજૂ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કે, ‘જો એક શબ્દ સાંભળીને તમારું મગજ ફાટી શકે છે, તો કલ્પના કરો કે આખો દિવસ પપ્પા પપ્પા કહીને મને કેવું લાગશે.’

રશ્મિકા ઘણી ટ્રોલ થઈ હતી

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ની આ પેરોડીમાં રશ્મિકા મંદાના સૌથી વધુ ટ્રોલ થઈ હતી. ‘પુષ્પા’ ગીત સાથે એન્ટ્રી કરનારી અંકિતા શ્રીવાસ્તવે આ એક્ટમાં ગીતાંજલિની ભૂમિકા ભજવી હતી. હુમા કુરેશીની સાથે દાંત ભીંસીને ડાયલોગ બોલવાની તેની સ્ટાઈલ જોઈને બધા હસ્યા હતા.

ગીતાંજલિને સસરાના ડાયલોગ્સ, ‘તું ચા-બિસ્કિટ બોલતી હોય તો મોંમાંથી બિસ્કિટ કાઢીને બોલજે’ અથવા રણવિજયના તેના સંવાદો, ‘હું તમારી વાત સમજી શકતો નથી, મને ટેક્સ્ટ કર’ જેવા ડાયલોગને ઓડિયન્સ તરફથી ઘણી વાહ-વાહી મળી હતી.

જો કે શોના અંતે, હોસ્ટ હર્ષ ગુજરાલે સમગ્ર ટીમ વતી દરેકને અપીલ કરી અને કહ્યું કે, તે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી, તેમનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન કરવાનો છે.

 

Published On - 8:08 am, Mon, 11 March 24

Next Article