સિદ્ધાર્થ શુક્લાને મળવા માંગતી હતી ‘Bigg Boss OTT’ની વિજેતા દિવ્યા અગ્રવાલ, અભિનેતા પાસેથી આ સાંભળવાની હતી ઈચ્છા

બિગ બોસ ઓટીટી વિજેતા દિવ્યા અગ્રવાલે જીતની ઉજવણી કર્યા બાદ હવે ચાહકો સાથે વાતચીત કરી. આ દરમિયાન દિવ્યાએ સિદ્ધાર્થ શુક્લા વિશે પણ વાત કરી હતી.

સિદ્ધાર્થ શુક્લાને મળવા માંગતી હતી ‘Bigg Boss OTT’ની વિજેતા દિવ્યા અગ્રવાલ, અભિનેતા પાસેથી આ સાંભળવાની હતી ઈચ્છા
Sidharth Shukla, Divya Agarwal

બિગ બોસ ઓટીટી (Bigg Boss Ott) વિજેતા દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) શો પછી હવે ઘરે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરી રહી છે. દિવ્યાએ હવે ચાહકો સાથે લાઈવ ઈન્ટરેક્શન કરી છે અને તેમના સમર્થન માટે તેમનો આભાર માન્યો છે. આ સાથે દિવ્યાએ એક મહત્વનો સંદેશ પણ આપ્યો છે. લાઈવ આવતાની સાથે જ દિવ્યાએ ફેન્સને આભાર માન્યો. દિવ્યાએ કહ્યું કે જ્યારે તે શોમાં ગઈ ત્યારે તેને લાગ્યું કે કોઈ તેને સાથ નહીં આપે, પરંતુ હકીકત કંઈક અલગ જ બહાર આવી.

 

દિવ્યાએ ચાહકોને એમ પણ કહ્યું કે તેમની સાથે જે સ્પર્ધકો હતા તેમને નેગેટિવ ન કહેવા જોઈએ. જે પણ કહેવામાં આવ્યું છે તે તેમની તરફથી કહેવામાં આવ્યું છે અને તે બાબત માટે ચાહકોએ કોઈને કંઈપણ કહેવું જોઈએ નહીં. દિવ્યાએ ચાહકોને વિનંતી કરી હતી કે જે પણ થયું તે એક ગેમમાં થયું, કૃપા કરીને તેને વ્યક્તિગત રીતે ન લો. શોમાં જે કંઈ થયું તે ત્યાં સમાપ્ત થયું. તે વાતને ખેંચવાની કે તેના પર વધુ ચર્ચા કરવાની કોઈ જરૂરત નથી. આ ઉજવણીનો સમય છે.

 

દિવ્યાએ આ સાથે સિદ્ધાર્થ શુક્લ (Sidharth Shukla)ના મૃત્યુ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે શોના સમાપન પહેલા જ તેને અભિનેતાના મૃત્યુ વિશે ખબર પડી. તે આનાથી ખૂબ જ આઘાત પામી હતી. દિવ્યાએ કહ્યું કે તે શો બાદ સિદ્ધાર્થને મળવાનું વિચારી રહી હતી. તેમણે કહ્યું ‘હું તેમની મંજૂરીની રાહ જોઈ રહી હતી. કદાચ સિદ્ધાર્થે મને કહ્યું હોત કે ખૂબ સારું રમ્યાં છો તમે. ‘જોકે દિવ્યાએ એમ પણ કહ્યું કે સિદ્ધાર્થ હવે જ્યાં પણ છે, ત્યાંથી પણ તે મારા પર ગર્વની લાગણી અનુભવી રહ્યા હશે.

 

શમિતાની સાથે કોન્ટેક્ટ રાખવા પર આ બોલી હતી દિવ્યા

શો બાદ એક ઈન્ટરવ્યૂ દરમિયાન દિવ્યાને પૂછવામાં આવ્યું કે શું તે હવે શમિતા સાથે સંપર્કમાં રહેશે, તેણે કહ્યું કે, ‘હું શમિતાનો સંપર્ક નહીં કરું. હા, પણ હું ઈચ્છું છું કે તે પહેલા આવે અને મારો સંપર્ક કરે. હું તે જોવા માંગુ છું કે તે મારી પાસે કેવી રીતે આવે છે. શોમાં તેને મારા વિશે ઘણી ગેરસમજ રાખી હતી.

 

શું બિગ બોસ 15માં જોવા મળશે

દિવ્યાને પૂછવામાં આવ્યું કે શું તે બિગ બોસ 15માં જોવા મળશે તો દિવ્યાએ કહ્યું, ‘મને હજી સુધી શો માટે કોલ આવ્યો નથી. અત્યારે હું વિનિંગ મૂડમાં છું, તેથી જો શોની ઓફર આવે તો હું ચોક્કસ જઈશ. જોકે મને સલમાન ખાન સરથી ડર લાગે છે, પરંતુ તેમ છતાં હું શોમાં જવા માંગુ છું.

 

 

આ પણ વાંચો :- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

 

આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati