AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેબીના-ગુરમીતના ઘરે આવી નાની પરી, બેબી-ગર્લનું કર્યું વેલકમ, ફેન્સે કહ્યું – લક્ષ્મી આવી છે

હાલમાં જ દેબીના (Debina Bonnerjee) અને ગુરમીતે (Gurmeet Chaudhary) ઘરમાં નાની મહેમાનનું સ્વાગત કર્યું છે. એક્ટ્રેસે પોસ્ટ શેયર કરીને ફેન્સને ખુશખબર આપી છે અને લખ્યું છે કે અમે થોડી પ્રાઈવસીની અપેક્ષા રાખીએ છીએ.

દેબીના-ગુરમીતના ઘરે આવી નાની પરી, બેબી-ગર્લનું કર્યું વેલકમ, ફેન્સે કહ્યું - લક્ષ્મી આવી છે
Debina Gurmeet
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 5:53 PM
Share

હાલમાં બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સ તેમના ફેન્સને સોશિયલ મીડિયા પર સારા સમાચાર આપી રહ્યા છે. હાલમાં જ આલિયા અને રણબીર કપૂરે તેમની દીકરીનું વેલકમ કર્યું છે. જે બાદ હવે ટીવીના ફેમસ કપલ દેબીના અને ગુરમીતના ઘરે પણ એક નાની મહેમાનનું વેલકમ કર્યું છે. બંનેએ થોડા સમય પહેલા જ પોતાની દીકરીના આગમનના સારા સમાચાર શેયર કર્યા હતા. તમને જણાવી દઈએ કે દેબીના ફરી મા બની ગઈ છે અને તેણે એક ક્યૂટ નોટ શેયર કરીને ફેન્સને આ સમાચાર આપ્યા છે.

હાલમાં જ દેબીના બેનર્જીએ ડિલીવરી બાદ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે. એક્ટ્રેસે એક સુંદર ફોટો શેયર કર્યો છે, જેમાં તેનો પતિ ગુરમીત ચૌધરી પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. લોકો આ ફોટો પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ તસવીર દેબીનાના મેટરનિટી ફોટોશૂટની છે.

અહીં જુઓ પોસ્ટ

સમય કરતાં પહેલા જ થઈ ગઈ દેબીનાની ડિલીવરી

આ પોસ્ટને શેયર કરવાની સાથે જ દેબીનાએ કેપ્શનમાં લખ્યું ‘દુનિયામાં અમારી બાળકીનું સ્વાગત છે. અમે ફરીથી માતાપિતા બનવા માટે ખૂબ જ ખુશ છીએ, આ સમયે અમે થોડી પ્રાઈવસીની અપેક્ષા રાખીએ છીએ, કારણ કે અમારું બાળક સમય પહેલા આ દુનિયામાં આવી ગયું છે. તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા પર આ રીતે જ વરસાવતા રહો. દેબીનાની આ પોસ્ટ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ કપલને અભિનંદન આપી રહ્યા છે.

મેટરનિટી શૂટને લઈને થઈ હતી ટ્રોલ

તમને જણાવી દઈએ કે દેબીના બેનર્જીએ ડિલિવરીનાં થોડા દિવસો પહેલા બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. જેના કારણે તે ઘણી ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં તેના આ ફોટોશૂટ માટે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન દેબીના અને ગુરમીતે ઘણી વખત મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">