AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telleywood News: વધુ એક ટીવી સેલિબ્રિટીનો જીમ વર્કઆઉટ દરમિયાન જીવ ગયો, સિદ્ધાંત વીર સૂર્યવંશીનું દુનિયામાંથી વોક આઉટ

ટીવી જગતમાંથી હાલમાં જ એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Siddhaanth Vir Surryavanshi) નિધન થયું છે. સમાચાર મુજબ વર્કઆઉટ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો.

Telleywood News: વધુ એક ટીવી સેલિબ્રિટીનો જીમ વર્કઆઉટ દરમિયાન જીવ ગયો, સિદ્ધાંત વીર સૂર્યવંશીનું દુનિયામાંથી વોક આઉટ
Anand Vir SurryavanshiImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 5:54 PM
Share

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર હસ્તીઓમાંના એક એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધાંતનું મોત જીમમાં વર્કઆઉટ દરમિયાન થયું હતું. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક્ટરે પોતાનું નામ આનંદ સૂર્યવંશીથી બદલીને સિદ્ધાંત સૂર્યવંશી કર્યું છે. સિદ્ધાંતના આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. આ સાથે જ ટીવી જગત માટે પણ આ ખૂબ જ હેરાન કરનારા સમાચાર છે.

સિદ્ધાંતના મોતના સમાચારે સમગ્ર ટીવી જગતને હચમચાવી દીધું છે. માત્ર 46 વર્ષની વયે તેનું નિધન થયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતીમાં જણાવવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સારવાર કરીને તેમને સાજા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, અંતે ડોકટરો તેને બચાવવામાં નિષ્ફળ ગયા અને એક્ટરને મૃત જાહેર કર્યો.

ડોક્ટરોના પ્રયાસો પણ થયા નિષ્ફળ

હાલમાં, સિદ્ધાંત વિશે એક જ સમાચાર સામે આવ્યા છે કે જીમમાં વર્કઆઉટ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં લાખો પ્રયત્નો બાદ પણ તેને બચાવી શકાયો ન હતો. જ્યારથી આ સમાચાર આવ્યા છે, સોશિયલ મીડિયા પર દરેક લોકો એક્ટરના પરિવાર અને નજીકના લોકોને સાંત્વના આપી રહ્યા છે. તેમજ દુ:ખના આ સમયમાં મજબૂત રહેવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ સિરિયલોમાં કર્યું હતું કામ

સિદ્ધાંતે ઘણી ટીવી સિરિયલોમાં કામ કરીને ઘર-ઘરમાં એક અલગ ઓળખ બનાવી હતી. તે ‘સુફિયાના ઈશ્ક મેરા’ જેવા શોનો ભાગ રહી ચૂક્યો છે. તે છેલ્લે ઝી ટીવીનો શો ‘ક્યૂ રિશ્તો મેં કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો. આ પહેલા ટીવી સ્ટાર અને ભાભી જી ઘર પર હૈ ફેમ દીપેશ ભાનના નિધનથી પણ ટીવી જગતને આંચકો લાગ્યો હતો.

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">