દેબિનાએ 4 મહિના પહેલા જ બાળકને આપ્યો હતો જન્મ, હવે ફરીથી બનવા જઈ રહી છે માતા

ટીવીનું ફેમસ કપલ ​​ગુરમીત ચૌધરી (Gurmeet Chaudhary) અને દેબિના બેનર્જી (Debina Bonnerjee) આ વર્ષે એપ્રિલ મહિનામાં માતા-પિતા બન્યા હતા. બંનેના ઘરે એક દીકરીનો જન્મ થયો.

દેબિનાએ 4 મહિના પહેલા જ બાળકને આપ્યો હતો જન્મ, હવે ફરીથી બનવા જઈ રહી છે માતા
Debina Bonnerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 4:12 PM

ટીવી એક્ટ્રેસ દેબિના બેનર્જી (Debina Bonnerjee) અને ગુરમીત ચૌધરીએ (Gurmeet Chaudhary) પણ પોતાના ફેન્સને ખુશખબર આપી છે. દેબિના બેનર્જી હવે બીજા બાળકની માતા બનવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે માત્ર 4 મહિના પહેલા જ દેબિના બેનર્જીએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. દેબિનાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું છે. તેની આ જાહેરાત બાદ ફેન્સને પણ થોડા હેરાન થશે. પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવતા દેબિનાએ ફોટો પણ શેર કર્યો છે. પરંતુ કપલ તેમના બીજા સંતાનને લઈને ખૂબ જ ખુશ છે.

બીજી વખત માતા બનશે દેબીના બેનર્જી

ટીવીની ફેમસ એક્ટ્રેસ દેબિના બેનર્જીએ પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. દેબિનાએ આને લગતી એક પોસ્ટ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટામાં દેબિના તેના પતિ ગુરમીત ચૌધરીને ગળે લગાવતી જોવા મળી રહી છે. સાથે જ તેના હાથમાં સોનોગ્રાફી પણ છે. ગુરમીત ચૌધરીએ તેના ખોળામાં તેની પુત્રી લિયાનાને પકડી રાખી છે. આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શન પણ આપ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેબિનાએ લખ્યું, ‘કેટલાક નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવે છે. તેમને કોઈ બદલી શકતું નથી. તે એક આશીર્વાદ છે.. અમને પૂરા કરવા માટે ટૂંક સમયમાં જ બેબી નંબર 2 આવી રહ્યું છે.’ દેબિના અને ગુરમીત માત્ર ચાર મહિના પહેલા માતાપિતા બન્યા હતા. બંનેના લગ્ન લગભગ 11 વર્ષ પહેલા થયા હતા.

અહીં જુઓ પોસ્ટ

માતા બનવા માટે દેબિનાને ઘણી સમસ્યાઓનો કર્યો સામનો

દેબિનાએ આ વર્ષે 3 એપ્રિલે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. આ કપલના ઘરે એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ લિયાના રાખ્યું. દેબિના લાંબા સમયથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહી હતી. પહેલા બાળક માટે દેબિનાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે પહેલી પ્રેગ્નન્સી માટે 5 વર્ષથી કોશિશ કરી રહી હતી. પરંતુ વારંવાર તેને કોમ્પલિકેશનમાંથી પસાર થવું પડતું હતું. 5 વખત તે આ પ્રોસેસમાં નિષ્ફળ ગઈ. તેણે 2 IVF અને ત્રણ IUIs ટ્રીટમેન્ટ ફોલો કર્યા હતા. દેબિના ઘણી થેરાપીઓમાંથી પણ પસાર થઈ હતી. પ્રેગ્નન્ટ ન હોવાને કારણે દેબિના ઘણી વખત રડી હતી. આખરે લગ્નના 11 વર્ષ બાદ દેબીનાને માતા બનવાનું સુખ મળ્યું. તે 3 એપ્રિલ 2022ના રોજ પહેલી વખત માતા બની હતી. પહેલા બાળકના 4 મહિના પછી જ દેબિનાને બીજી વખત માતા બનવાનો મોકો મળ્યો છે.

ગુરમીત ચૌધરીએ વર્ષ 2008માં ટીવી સીરિઝ ‘રામાયણ’માં કામ કર્યું હતું. તેણે ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું અને તેની સાથે સીતાની ભૂમિકામાં દેબીના બેનર્જી હતી. આ બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. થોડા સમય પછી જ તેણે લગ્ન કરી લીધા. હાલમાં આ કપલ ખૂબ જ ખુશ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">