AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 18માં ભૂષણ ઠાકરેને 1 કરોડ માટે આ પ્રશ્ન પૂછવામાં આવેલા સવાલનો જવાબ શું તમે જાણો છો?

Kaun Banega Crorepati 18: ભૂષણ ઠાકરે KBC 18 પર કોઈપણ લાઈફલાઈનનો ઉપયોગ કર્યા વિના 1 કરોડ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો. ચાલો જાણીએ કે તેમને 1 કરોડ માટે કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

KBC 18માં ભૂષણ ઠાકરેને 1 કરોડ માટે આ પ્રશ્ન પૂછવામાં આવેલા સવાલનો જવાબ શું તમે જાણો છો?
| Updated on: Nov 26, 2026 | 9:35 AM
Share

અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ 18નો પહેલો કરોડપતિ ભૂષણ ઠાકરે બન્યો છે. પોતાના આત્મવિશ્વાસ અને જ્ઞાનના દમ પર 1 કરોડ રુપિયા જીતી ઈતિહાસ રચ્યો હતો. સૌથી મહત્વની વાત એ હતી કે, 1 કરોડના સવાલનો જવાબ આપવા માટે તેમણે કોઈ પણ લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો ન હતો. કોઈ પણ લાઈફલાઈન વગર તેમણે સાચો જવાબ આપ્યો હતો. તેમજ કૌન બનેગા કરોડપતિ 18નો પહેલો કરોડપતિ બન્યો હતો.

1 કરોડ રુપિયા માટે ભૂષણ ઠાકર સામે ભારતીય સંવિધાન સભા સાથે જોડાયેલો સવાલ રાખવામાં આવ્યો હતો. 2 ઓગસ્ટ 1949માં ભારતની સંવિધાન સભામાં આપતકાલીન શક્તિઓનો દુરપ્રયોગના ખતરા પર ચર્ચા દરમિયાન શ્રી એચવી કામથે ક્યા સંવિધાનનો ઉલ્લેખ કર્યો હતો?

પ્રશ્નના ચાર વિકલ્પ હતા

ચાર વિકલ્પો હતા

A: ફ્રેન્કફર્ટ બંધારણ

B: આયરિશ બંધારણ

C: વાઇમર બંધારણ

D: મેઇજી બંધારણ

ઈતિહાસના વિદ્યાર્થી રહેલા ભૂષણને આ સવાલનો જવાબ ખબર હતો. તેમણે કોઈ પણ સમય બગાડ્યા વગર લાઈફલાઈન લીધા વગર પુરા આત્મવિશ્વાસ સાથે સી વાઈમર સંવિધાન લોક કર્યું હતુ. જે જવાબ સાચો નીકળ્યો અને તે 1 કરોડ રુપિયાનો વિજેતા બન્યો હતો.

View this post on Instagram

પિતાને ગળે લગાવતા નીકળ્યા આસું

1 કરોડ રુપિયા જીત્યા બાદ સેટ પર જશ્ન અને ભાવુકતાનું વાતાવરણ જોવા મળ્યું હતુ. ભૂષણના પિતા પણ ત્યાં હાજર હતા. તેના ચેહરા પર દીકરાની મોટી સફળતાની ખુશી સ્પષ્ટ જોવા મળી હતી. 1 કરોડ રુપિયા જીત્યા પછી જ્યારે ભૂષણે પોતાના પિતાને ગળે લગાવ્યા તો તે ખુબ ભાવુક થયા હતા. પિતાની આંખમાં આસું આવ્યા હતા.

ક્વિટ કર્યા બાદ સાચો જવાબ

1 કરોડમાં રમત છોડ્યા પછી, 7 કરોડ માટે સવાલ હતો કે, ક્યાં અંગ્રેજ શહેરથી જ્યોર્જ એ ગ્રિયર્સને 3 દશક સુધી બ્રિટિશ ભારતમાં 20 કરોડથી વધારે લોકો દ્વારા બોલાતી 179 ભાષાઓ અને 544 બોલીઓનો સર્વેક્ષણ તૈયાર કર્યું હતુ?જ્યારે અમિતાભ બચ્ચને તેમને જવાબ પૂછ્યો, ત્યારે ભૂષણે કહ્યું “કેમ્બરલી”. સ્ક્રીન પર સાચો જવાબ પણ દેખાયો. આનો અર્થ એ થયો કે ભૂષણ સાચો જવાબ જાણતો હતો, પરંતુ તેની સુરક્ષા માટે લેવાયેલા નિર્ણયથી તેને 7 કરોડની રકમથી દુર રહ્યો હતો. અમિતાભ બચ્ચન પણ તેના જવાબથી દંગ રહી ગયા.

અમિતાભ બચ્ચનના બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">