Breaking News : બિગ બોસ ફેમ અભિનેત્રીના કાફેમાં થઈ ચોરી, ચોર આખું કેશ કાઉન્ટર લઈ ભાગ્યો, જુઓ CCTV ફુટેજ
બિગ બોસ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ કાફેમાં ચોરી થઈ હતી, ચોર આખું કેશ કાઉન્ટર લઈને ભાગતો જોવા મળ્યો છે. લોકોને ચેતવણી આપવા માટે અભિનેત્રીએ સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે.

બિગ બોસ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ કાફેમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. રિયાલિટી ટીવી પર્સનાલિટીએ સોશિયલ મીડિયા પર એક ઘટનાના સીસીટીવી ફુટેજ શેર કર્યા છે. તેમણે ચાહકોની સાથે સાથે ફોલોઅર્સને પણ સતર્ક રહેવાનું કહ્યું છે. વીડિયો શેર કરતા અર્ચના પુરને લખ્યું. મારા મુંબઈ કાફેમાં ચોરી થઈ છે. આ સીસીટીવી ફુટેજ તમારી સાથે શેર કરું છું. જેનાથી તમે પણ અલર્ટ રહો અને તમારા ઘર અને બિઝનેસની સિક્યોરિટીનું ધ્યાન રાખો. સોશિયલ મીડિયા પર ચોરીનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
અર્ચના ગૌતમના કાફેમાં થઈ ચોરી
અર્ચનાએ આગળ કહ્યું કે, તેમણે આ કાફે ખુબ પ્રેમ અને મહેનતથી બનાવ્યો હતો. જેમાં તેમનું સેવિંગ ઈન્વેસ્ટ કર્યું હતુ. ઘટનાને યાદ કરતા તેમણે કહ્યું હું પર્સનલી દરેક નાની-મોટી વસ્તુઓને એક સાથે લાવવા માટે ખુબ મહેનત કરી હતી. પરંતુ એક ચોરે મારા કાફેમાં ઘુસી ગયો અને આખું કેશ કાઉન્ટર ચોરી કરી લઈ ગયો હતો. આ વિશે વધારાનું અપડેટ આપતા અર્ચના ગૌતમે દાવો કર્યો કે, તેમણે ચોરી વિશે ફરિયાદ દાખલ કરી છે. તેમજ મુંબઈ પોલીસને આ ઘટના વિશે કાર્યવાહી કરવાની અપીલ પણ કરી છે. તેમણે લખ્યું હું મુંબઈ પોલીસને વિનમ્રતાપૂર્વક અનુરોધ કરું છું કે, આ વ્યક્તિને જલ્દી જલ્દી ઓળખી કાઢો. તેની સામે યોગ્ય કાર્યવાહી કરો.
Instagramઅર્ચના ગૌતમે ચાહકોને સતર્ક રહેવાની અપીલ કરી
અર્ચનાએ આગળ કહ્યું. મુંબઈ હંમેશા એક સુરક્ષિત શહેર લાગી રહ્યું છએ અને કહ્યું આ ઘટનાથી તે ખુબ દુખી છે. તેમણે લોકોને આસપાસ સુરક્ષા પર સતર્ક રહેવા કહ્યું છે. તેમજ ધ્યાન આપવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, અર્ચનાએ ઓક્ટોમ્બર 2025માં મુંબઈમાં પોતાનું એક કાફે ઓઈ ચુરોસ લોન્ચ કર્યું હતુ. ફુડ બિઝનેસમાં પગ રાખ્યો હતો. અંધેરી વેસ્ટમાં વર્સોવા મેટ્રો સ્ટેશનની પાસે રહેલા આ કાફે ઓફિશિયલી 9 ઓક્ટોમ્બર 2025ના રોજ ખોલવામાં આવ્યું હતુ.
બિગ બોસનો ભાગ રહી ચૂકી છે અર્ચના ગૌતમ
અર્ચના ગૌતમ એક અભિનેત્રી, મોડલ અને બ્યુટી પ્રેઝેન્ટમાં ભાગ લઈ ચૂકી છે. જે બિગ બોસ 16 થી ફેમસ થઈ હતી. પોતાની બેબાક પર્સનાલિટી માટે જાણીતી છે. તે ખતરો કે ખેલાડીનો પણ ભાગ રહી ચૂકી છે. સેલિબ્રિટી માસ્ટરશેફ ઈન્ડિયા અને રિયાલિટી રાનિયા ઓફ ધ જંગલ 2 જેવા રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકી છે.

