AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસ 17: વિકી જૈને અંકિતા લોખંડે માટે લખી ઈમોશનલ નોટ, કહ્યું- તું બેસ્ટ છે

બિગ બોસ સીઝન 17ની સફર પૂરી થઈ ગઈ છે. મુનાવર ફારૂકીએ શોની ટ્રોફી લીધી. આવામાં અંકિતાની સાથે તેના ફેન્સ પણ ખૂબ જ નિરાશ છે. પરંતુ ફેન્સની સાથે સાથે શોના હોસ્ટ સલમાન ખાનને પણ અંકિતાના એવિક્શનથી શોક થઈ ગયા હતા. આ દરમિયાન વિકી કૌશલે હાલમાં એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને અંકિતાના બિગ બોસ જર્નીની પ્રશંસા કરી છે.

બિગ બોસ 17: વિકી જૈને અંકિતા લોખંડે માટે લખી ઈમોશનલ નોટ, કહ્યું- તું બેસ્ટ છે
Vicky Jain - Ankita Lokhande
Nancy Nayak
| Edited By: | Updated on: Feb 11, 2024 | 2:45 PM
Share

બિગ બોસે 17મી સીઝનના વિનરની જાહેરાત કરી દીધી છે. આશા અને વધુ ફેન ફોલોઈંગના કારણે મુનાવરે શોની ટ્રોફી જીતી લીધી છે. આવામાં અંકિતા લોખંડે અને વિકી જૈન થોડા નિરાશ છે. અંકિતાના એવિક્શનથી ફેન્સને ઝટકો લાગ્યો છે. ગ્રાન્ડ ફિનાલેની ચોથી ફાઈનલિસ્ટ હોવા છતાં તે આ ટાઈટલ મેળવી શકી નથી. શો વિશે વાત કરીએ તો તમે અંકિતા અને વિકીને આખી સીઝન દરમિયાન લડતા જોયા જ હશે. પરંતુ શો પૂરો થતાંની સાથે જ વિકીએ અંકિતા પર પ્રેમ વરસાવ્યો.

હાલમાં વિકી જૈને અંકિતા લોખંડે સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી અને એક ઈમોશનલ નોટ શેર કરી. સોશિયલ મીડિયા પર વિકીની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે વિકી જૈન ગ્રાન્ડ ફિનાલેના થોડા દિવસ પહેલા જ એવિક્ટ થયો હતો. તેના ગયા પછી, અંકિતા લોખંડે, મુનાવર ફારુકી, અભિષેક કુમાર, મનારા ચોપરા અને અરુણ માશેટ્ટી સહિત 5 ફાઈનલિસ્ટ બાકી હતા.

View this post on Instagram

A post shared by Vikas Jain (@realvikasjainn)

વિકીએ કહ્યું- પ્રાઉડ

વિકી જૈને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે અંકિતા, તે જૈન અને લોખંડે બંનેને ગર્વની અનુભૂતિ કરાવી છે. તારી ગેમ જેમ તે રમી તેમ જ રહે હાર ન માનીશ. તું દરેક બાબતમાં બેસ્ટ હતી. મને ખાતરી છે કે તારા બધા ફેન્સને તારા પર ગર્વ થશે. વિકી જૈનની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જ્યાં કેટલાક લોકો તે પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે, તો ઘણા લોકો તેને ઘરની અંદરની લડાઈ માટે ટ્રોલ પણ કરી રહ્યા છે.

અંકિતાના એવિક્શનથી હેરાન થયો હતો સલમાન

ફેન્સને વિશ્વાસ હતો કે અંકિતા આ શોની વિનર બનશે, પરંતુ તેના એવિક્શનથી ફેન્સને એક મોટો ઝટકો લાગ્યો હતો. ફિનાલે દરમિયાન અંકિતાની ફેમિલી પણ આવ્યો હતો. સલમાન ખાને પણ અંકિતાને તેના ગેમ પ્લાન માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેની જર્નીની પણ પ્રશંસા કરી હતી. સલમાને કહ્યું, ‘હું હેરાન છું. મને લાગ્યું કે તમે વિનર હશો. મને ખબર નથી કે શું થયું કે તને કેમ એવિક્ટ થયા. અંકિતાના જવાથી શોની આખી ટીમ નિરાશ અને હેરાન છે.

આ પણ વાંચો: કાર્તિક આર્યનને મળવા ફેન્સે તોડ્યું બેરિકેડ, જુઓ વાયરલ વીડિયો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">