બિગ બોસ ફેમ પ્રિયાંક શર્મા પર હુમલો, અજાણ્યા વ્યક્તિ સામે કરી ફરિયાદ

ટીવી એક્ટર પ્રિયાંક શર્મા (Priyank Sharma) સાથે જોડાયેલી એક મોટા સમાચાર આવ્યા છે. આ વિશે જાણકારી આપતા એક્ટરે કહ્યું કે તેના પર અચાનક હુમલો થયો.

બિગ બોસ ફેમ પ્રિયાંક શર્મા પર હુમલો, અજાણ્યા વ્યક્તિ સામે કરી ફરિયાદ
priyank-sharma
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 03, 2022 | 7:59 PM

એમટીવી ફેમ પ્રિયાંક શર્માના (Priyank Sharma) લાખો ફેન્સ છે. એક્ટર પ્રિયાંક શર્મા ચર્ચામાં ત્યારથી આવ્યો હતો, જ્યારથી બિગ બોસ (Bigg Boss) સીઝન 11નો હિસ્સો બન્યો. 30 જુલાઈના રોજ સ્ટાર પ્રિયાંક શર્મા પર હુમલો થયો હતો. પ્રિયાંક પર આ હુમલો ગાઝિયાબાદની એક હોસ્પિટલમાં થયો હતો. આ હુમલામાં સ્પ્લિટ્સવિલા એક્ટર થોડો બચી ગયો છે. આ વિશે પ્રિયાંકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મીડિયા પોર્ટલને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે હું મારી માતાના ચેક-અપ માટે ડોક્ટર પાસે જઈ રહ્યો હતો.

મારા પિતા પણ અમારી સાથે હતા. ચેક-અપ બાદ અમે કેમ્પસમાંથી બહાર નીકળવાના જ હતા, ત્યારે અચાનક બહાર આવતા એક વ્યક્તિએ મારા પર હુમલો કર્યો અને મને મારવાનું શરૂ કર્યું. કોઈક રીતે મેં તેનો હાથ પકડીને તેને પાછળ ધકેલી દીધો. જે બાદ હોબાળો થયો હતો. હોસ્પિટલના બે લોકો મારા બચાવમાં આવ્યા અને હું તેમનો ખરેખર આભારી છું. જે વ્યક્તિએ મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તે ભાગી ગયો.”

હોસ્પિટલના લોકો સામેલ હોય શકે છે

હાલ સીસીટીવી ફૂટેજ પરથી હુમલાખોરને શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ગુનામાં હોસ્પિટલના કેટલાક લોકો પણ સામેલ હોઈ શકે છે. કારણ કે પહેલા હોસ્પિટલના લોકો પાસે ફોટા માંગ્યા હતા, પરંતુ તેઓએ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ સખત મહેનત પછી ફોટા મળ્યા છે. આઈપીસીની કલમ 323 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઘણા રિયાલિટી શોમાં સામેલ એક્ટર્સ

પ્રિયાંક શર્મા પહેલીવાર એમટીવી રોડીઝમાં જોવા મળ્યો હતો. આ શોમાં પ્રિયાંક ટોપ 3માં સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી પ્રિયાંક એમટીવીના બીજા શો ‘સ્પ્લિટ્સવિલા’માં જોવા મળ્યો હતો. જ્યાં દિવ્યા અગ્રવાલ સાથેની તેની લવસ્ટોરી ઘણી લોકપ્રિય બની હતી. આ શોમાં પણ પ્રિયાંક ટોપ 2માં પહોંચી ગયો હતો. હાલમાં જ વિકાસ ગુપ્તાએ તેમના પર કેટલાક આરોપો લગાવ્યા હતા. પરંતુ પ્રિયાંકે આ વિશે કોઈ જવાબ આપ્યો ન હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati