India Best Dancer : આ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકાનું લેશે સ્થાન, આ દિવસથી શરૂ થશે શો
India's Best Dancer 3 Latest Update : ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર એક એવો રિયાલિટી શો છે જ્યાં સ્પર્ધકોની સાથે તેમના કોરિયોગ્રાફરને પણ ડાન્સ કરવાની તક મળે છે.
India Best Dancer : સોની ટીવીનો ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ તેની સીઝન 3 સાથે આવી ગયો છે પરંતુ આ શોના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બોલિવૂડ ડિવા મલાઈકા અરોરા, જે છેલ્લા બે વર્ષથી IBDને જજ કરી રહી છે, તે આ શોને હોસ્ટ કરશે નહીં. સોનાલી બેન્દ્રે તેનું સ્થાન લેશે.
આ પણ વાંચો : India Best Dancer 3 : ધમાકેદાર છે મલાઈકા અરોરાનો ડાન્સ રિયાલિટી શો, ઓનલાઈન ઓડિશન શરૂ થઈ ગયા છે
અત્યાર સુધી મલાઈકા અરોરા ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર સાથે India Best Dancer જજ કરતી હતી, જ્યારે ભારતી સિંહ અને હર્ષ આ શોને હોસ્ટ કરતા હતા પરંતુ હવે મલાઈકા આ શોનો ભાગ નહીં બને. સોનાલી બેન્દ્રેની વાત કરીએ તો સોનાલી આ પહેલા પણ ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી છે.
સોનાલી બેન્દ્રે પહેલીવાર ડાન્સર્સને કરશે જજ
જો કે આ સોનાલી બેન્દ્રેનો પહેલો રિયાલિટી શો હશે. જ્યાં તે ડાન્સર્સને જજ કરતી જોવા મળશે. તે આ શો સાથે જોડાઈને ખૂબ જ ઉત્સાહિત છે પરંતુ મલાઈકા આ શોનો ભાગ કેમ નહીં બને તેનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી.
ઈન્ડિયન આઈડોલનું સ્થાન લેશે
ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલને રિપ્લેસ કરવા જઈ રહી છે. આ શો 8મી એપ્રિલથી શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ શો કોણ હોસ્ટ કરશે તે હજુ સ્પષ્ટ નથી.
બે રાઉન્ડ થયા છે પૂરા
તમને જણાવી દઈએ કે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના ઓનલાઈન ઓડિશનની શરૂઆત બે મહિના પહેલા થઈ હતી. દેશભરના ડાન્સર્સને શોમાં ભાગ લેવાનો મોકો મળવો જોઈએ, આ હેતુ માટે મેકર્સે ઓનલાઈન ઓડિશન યોજ્યા હતા. આ ઓડિશનમાં પસંદ કરાયેલા સ્પર્ધકોનો જજોની સામે વધુ એક રાઉન્ડ રાખ્યો હતો.