India Best Dancer 3 : ધમાકેદાર છે મલાઈકા અરોરાનો ડાન્સ રિયાલિટી શો, ઓનલાઈન ઓડિશન શરૂ થઈ ગયા છે
India’s Best Dancer 3 : ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં દેશભરમાંથી પ્રતિભાશાળી ડાન્સર્સ ભાગ લે છે. ગયા વર્ષે સૌમ્યા કાંબલે સીઝન 2ની ટ્રોફી જીતી હતી.
India’s Best Dancer 3 : સોની ટીવીનો પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 ટૂંક સમયમાં ટીવીના નાના પડદા પર ટકોરા આપવા જઈ રહ્યો છે. ફેન્સ આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કારણ કે શોના ઓડિશન શરૂ થઈ ગયા છે. સોની ટીવીના ઓફિશિયલ એકાઉન્ટ પર આની જાહેરાત કરવામાં આવી છે. આ ઓડિશન સીઝન 2 દરમિયાન ગ્રાઉન્ડ પર થયા હતા એટલે કે દરેક સ્પર્ધકે ઓડિશનના સ્થળે આવીને પરફોર્મન્સ આપવાનું હતું પરંતુ સીઝન 3નું પ્રારંભિક ઓડિશન ઓનલાઈન હશે.
આ પણ વાંચો : India’s Best Dancer 2 : આખરે શું કારણ છે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર- 2 કરવાનું, મનીષ પોલે મલાઈકાને કર્યું ફ્લર્ટ
ઓનલાઈન ઓડિશનમાં ઘરે બેઠા સ્પર્ધકો તેમના પરફોર્મન્સની વીડિયો ક્લિપ્સ મેકર્સ સમક્ષ સબમિટ કરી શકે છે અને જો તેઓ આ ઓડિશનમાં સિલેક્ટ થશે તો તેમને આગામી રાઉન્ડ માટે મુંબઈ આવવાની તક આપવામાં આવશે.
ઓડિશનનો વીડિયો અહીં જુઓ
View this post on Instagram
ઓનલાઈન થશે ઓડિશન
તાજેતરમાં સોની ટીવીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નવી વીડિયો ક્લિપ શેર કરીને મલાઈકા અરોરાના ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 3’ની જાહેરાત કરી છે. ઓનલાઈન ઓડિશનની જાહેરાત કરતી વખતે આ વીડિયોમાં શોના ઓડિશનની પ્રક્રિયાને પણ વિગતવાર સમજાવવામાં આવી છે. જેની મદદથી સ્પર્ધકો તેમના ડાન્સ વીડિયો બનાવી અને અપલોડ કરી શકે છે. આવી સ્થિતિમાં જે પણ સ્પર્ધકનો વીડિયો પસંદ કરવામાં આવશે તેને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 3ના સ્ટેજ પર સીધા પરફોર્મ કરવાની તક આપવામાં આવશે.
First time in any dancing reality show….
This “wow ” performance was reapeted.. 😭 look at their dance..
Somya and gaurav nailed it.. Vartika jha ♥ you are superb girl… #indiasbestdancer #sonytv
WANDERLUST FT RUBINAV pic.twitter.com/sfOdZN9tD9
— Rubiography 💋 (@ItsRubiography) December 22, 2021
નોરા ફતેહીની થઈ હતી એન્ટ્રી
સોની ટીવીના આ આગામી ડાન્સ રિયાલિટી શોની છેલ્લી બે સિઝન સુપરહિટ રહી છે. ખાસ કરીને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2માં મલાઈકાની ગેરહાજરીમાં આ શોને પ્રખ્યાત બોલીવુડ સ્ટાર નોરા ફતેહીની એન્ટ્રી દ્વારા આકર્ષિત કરવામાં આવી હતી. જે બાદ આ શોની ટીઆરપીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ભારતી સિંહ ફરી એકવાર કરશે હોસ્ટ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 પણ તેના જૂના જજ ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા હોસ્ટ કરવા જઈ રહ્યા છે. મલાઈકા અરોરા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ શોની આ સીઝનમાં જજ તરીકે જોવા મળશે.