સફરમાં ‘સોનુ’ : તારક મહેતા ફેમ નિધી ભાનુશાળી પહોંચી ભારત-પાકિસ્તાન બોર્ડર પર, જાણો ફેન્સને કેમ યાદ આવ્યા જેઠાલાલ ?

સફરમાં 'સોનુ' : તારક મહેતા ફેમ નિધી ભાનુશાળી પહોંચી ભારત-પાકિસ્તાન બોર્ડર પર, જાણો ફેન્સને કેમ યાદ આવ્યા જેઠાલાલ ?
Nidhi Bhanushali (File Photo)

એક્ટ્રેસ નિધી ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 21, 2021 | 2:03 PM

Viral Photos : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Maheta Ka Oolta Chasma) સિરીયલ છેલ્લા 13 વર્ષથી દર્શકોનુ મનોરંજન કરી રહી છે. તેના સ્ટાર કાસ્ટ પણ આજે ઘરે-ઘરે લોકપ્રિય થયા છે. લોકોના ક્રેઝનો એટલો છે કે શો છોડ્યા પછી સિરીયલના પાત્રો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તારક મહેતા સિરીયલની જૂની સોનુ એટલે કે નિધી ભાનુશાળીએ તેના કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે, જે હાલ વાયરલ થઈ રહી છે.

ભારત-પાક બોર્ડર પર પહોંચી સોનુ

તમને જણાવી દઈએ કે, નિધી (Nidhi Bhanushali) આ શોમાં આત્મારામ તુકારામ ભીડેની પુત્રી સોનુનું પાત્ર ભજવી રહી હતી. ઝિલ મહેતાએ શો છોડ્યા પછી નિધીને આ રોલ મળ્યો હતો. એક્ટ્રેસ આજકાલ પ્રવાસ કરતી જોવા મળી રહી છે. તે અવારનવાર તેની ટ્રિપની (Trip) તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે આ દિવસોમાં તે ભારત-પાકિસ્તાન સરહદ પર પહોંચી છે, જ્યાંથી તેણે ફેન્સ માટે એક પોસ્ટ શેર કરી છે.

જુઓ વાયરલ તસવીર

લોકોએ જેઠાલાલને યાદ કર્યા

વાયરલ થઈ રહેલી આ તસવીરમાં નિધી સાથે તેનો ડોગ પણ જોવા મળી રહ્યો છે. યુઝર્સ આ તસવીર પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત કેટલાક લોકોએ સોનુને યાદ અપાવ્યું કે તેણે જેઠાલાલની જેમ સરહદ પાર ન કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે, અગાઉ તારક મહેતા સિરીયલમાં જેઠાલાલ ભારત-પાકિસ્તાન બોર્ડર (India-Pakistan Border) ક્રોસ કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ નિધી ભાનુશાળી સોશિયલ મીડિય પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

આ પણ વાંચો : Birthday Special : અભિનેત્રી તમન્ના ભાટિયાનો આજે જન્મદિવસ, જાણો તમન્નાના જીવનની કેટલીક ખાસ વાતો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati