‘તારક મહેતા’ ફેમ દિલીપ જોશીની દિકરીના આ ગ્રાન્ડ હોટેલમાં થશે લગ્ન, શું દયાભાભી લગ્નમાં થશે સામેલ ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટ સમગ્ર વિશ્વમાં મશહુર છે . તેમજ શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી સૌથી સફળ સ્ટારમાંના એક છે.

'તારક મહેતા' ફેમ દિલીપ જોશીની દિકરીના આ ગ્રાન્ડ હોટેલમાં થશે લગ્ન, શું દયાભાભી લગ્નમાં થશે સામેલ ?
File Photo

Mumbai : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ઘણા વર્ષોથી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. અહેવાલો અનુસાર, શોમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર અભિનેતા દિલીપ જોશી શોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર છે. ત્યારે હવે TMKOC ના ચાહકો એ જાણીને ખુશ થશે કે  જેઠાલાલનો રોલ નિભાવતા દિલીપ જોશીની દિકરીના ટુંક સમયમાં જ લગ્ન થવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, દિલીપ જોશીને બે બાળકો છે, પુત્ર ઋત્વિક જોશી અને પુત્રી નિયતિ જોશી(Niyati Joshi) . અભિનેતા આ મહિને તેની પુત્રીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. મળતી માહિતી અનુસાર, વરરાજા NRI છે અને તેના લગ્ન 11 ડિસેમ્બરના રોજ થવાના છે. અહેવાલો અનુસાર દિલીપ જોશીની દિકરીના લગ્ન મુંબઈની તાજ હોટલમાં થશે.

જેઠાલાલની દિકરીના થશે ભવ્ય લગ્ન

સુત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્ન કોઈ ભવ્ય ભારતીય લગ્નથી ઓછા નહિ હોય. દિલીપ જોશી વ્યક્તિગત રીતે લગ્નની તમામ તૈયારીઓનું (Wedding Preparation) નિરીક્ષણ કરી રહ્યા છે.

તારક મહેતાની સમગ્ર ટીમને આમંત્રણ

દિલીપ જોશીએ આ શુભ પ્રસંગ નિમિતે સમગ્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમને આમંત્રણ આપ્યું છે. દિશા વાકાણી સહિત ઘણા જૂના એક્ટરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કારણે દયાભાભી નહિ થાય સામેલ

આ ખાસ પ્રસંગે દિલીપ જોશીએ  દિશા વાકાણી (Disha vankani) સહિત ઘણા જૂના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ દયાબેન ઉર્ફે દિશા વાકાણી આ લગ્નમાં સામેલ નહીં થાય. અહેવાલો અનુસાર, દિશા દિલીપ વચ્ચે સારા સંબધો છે, પરંતુ તેણે નમ્રતાપૂર્વક આ પ્રસંગની ખુશીઓમાં સામેલ થવા માટે ના પાડી છે. જોકે તેમણે દિલીપ જોશીની દીકરીને ખૂબ પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. દિશા લાઈમલાઈટથી દૂર રહેવા માંગે છે, તેથી જ તે આ લગ્નમાં સામેલ થશે નહિ.

આ પણ વાંચો : નિક કેનનના 5 મહિનાના દિકરા ઝેનનું બ્રેન ટ્યૂમરથી નિધન, એક્ટરે ટૉક શોમાં આપી જાણકારી

આ પણ વાંચો : Vicky-Katrina wedding : વિકી-કેટના લગ્નમાં અંબાણી પરિવાર પણ થશે સામેલ ! આ હોટેલમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા

  • Follow us on Facebook

Published On - 4:58 pm, Wed, 8 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati