નિક કેનનના 5 મહિનાના દિકરા ઝેનનું બ્રેન ટ્યૂમરથી નિધન, એક્ટરે ટૉક શોમાં આપી જાણકારી

ટેલિવિઝન હોસ્ટ અને અભિનેતા નિક કેનને તેના શોમાં જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં જ તેના 5 મહિનાના સૌથી નાના બાળક જેનને ગુમાવ્યો છે. નિકે દર્શકોને જેનની સુંદર તસવીર પણ બતાવી.

નિક કેનનના 5 મહિનાના દિકરા ઝેનનું બ્રેન ટ્યૂમરથી નિધન, એક્ટરે ટૉક શોમાં આપી જાણકારી
Nick Cannon

ટેલિવિઝન હોસ્ટ અને અભિનેતા નિક કેનને (Nick Cannon) મંગળવારે તેના ટોક શોમાં દર્શકોને જણાવ્યું હતું કે તેના સૌથી નાના પુત્ર ઝેનનું (zen) અવસાન થયું છે. કેનને જણાવ્યું કે તેણે છેલ્લા અઠવાડિયે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવ્યો. તેમને હાઈડ્રોસેફાલસ નામની બીમારી હતી. તે એક પ્રકારની બાન ગાંઠ જેવું છે. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. તેણે ઉમેર્યું કે તે માત્ર 5 મહિનાનો હતો.

આ બાળક મોડેલ એલિસા સ્કોટ સાથેનું હતું અને તેને અન્ય સંબંધોમાંથી છ બાળકો છે. કેનને કહ્યું કે તેણે વિકેન્ડ કેલિફોર્નિયામાં તેના પુત્ર સાથે વિતાવ્યો. આટલું જ નહીં, અમે સન સેટ અને સન રાઇઝ એક સાથે જોયા. મને ખબર નથી કે હું આ કેવી રીતે હેન્ડલ કરીશ. તેણે શ્રોતાઓને કહ્યું કે હું મારા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું.

નિકે કહ્યું, “અમે તેના વિશે કંઈ વિચાર્યું ન હતું. અમને લાગ્યુ કે તેને સાઇનસની બિમારી હશે અને તે એક સામાન્ય વાત છે. નિકે જણાવ્યું કે મેં મારા બાળકને છેલ્લી વાર ગળે લગાવ્યું.”

View this post on Instagram

A post shared by NICK CANNON (@nickcannon)

કેનને બાળક ગુમાવવાના દુઃખની ચર્ચા કરવા ડૉક્ટર અને ટીવી હોસ્ટ લૌરા બર્મનને તેના શોમાં બોલાવ્યા. બર્મને ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે તેમના પુત્ર સેમ્યુઅલનું 16 વર્ષની ઉંમરે ડ્રગના ઓવરડોઝથી મૃત્યુ થયું હતું. જો કે, કેનને તેના શોમાં ખુલાસો કર્યો કે ઝેનની સમસ્યાઓ ત્યારે શરૂ થઈ જ્યારે તે લગભગ બે મહિનાનો હતો. જ્યારે તેની માતાએ જોયું કે ઝેનનું માથું મોટું થઈ રહ્યું છે. તેની માતા, મોડલ એલિસા સ્કોટે વિચાર્યું કે તેને સાઇનસ રોગ હોઈ શકે છે.

આ પણ વાંચો –

Gold Price Today : લગ્ન સીઝનમાં સોનાની ઊંચી માંગથી ભાવમાં ઉછાળો આવ્યો, જાણો 1 તોલા સોનાની કિંમત શું છે ?

આ પણ વાંચો –

Forbes Most Powerful Women: અમેરિકાની જેનેટ યેલેનને પાછળ છોડીને નાણામંત્રી નિર્મલા સીતારમણ બન્યા ભારતના સૌથી શક્તિશાળી મહિલા

આ પણ વાંચો –

Gram Panchayat Election : ધોરાજી તાલુકાના જમનાવડમાં ગ્રામ પંચાયત સમરસ થઈ, ગ્રામજનોએ યુવા સરપંચ પર વિશ્વાસ કાયમ રાખ્યો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati