Taapsee Pannu એ ઠાલવ્યો ફિલ્મ ક્રિટિક્સ પર ગુસ્સો, ‘હસીન દિલરુબા’ ને લઈને હોલીવુડ પર સાધ્યું નિશાન

આ ફિલ્મમાં તાપસી સિવાય વિક્રાંત મેસી (Vikrant Massey) અને હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane) જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને દર્શકો અને ફિલ્મ વિવેચકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

Taapsee Pannu એ ઠાલવ્યો ફિલ્મ ક્રિટિક્સ પર ગુસ્સો, 'હસીન દિલરુબા' ને લઈને હોલીવુડ પર સાધ્યું નિશાન
Taapsee Pannu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 12:51 PM

તાપસી પન્નુ (Taapsee Pannu) એ છેલ્લા કેટલાક વર્ષોમાં જુદા જુદા પાત્રો ભજવીને એક ટ્રેન્ડ સેટ કર્યું છે, જે બતાવે છે કે અભિનેત્રી દરેક જોનરમાં પોતાને અનુરૂપ બનાવી શકે છે. તાજેતરમાં જ તાપસીની ફિલ્મ ‘હસીન દિલરુબા’ (Haseen Dillruba) રિલીઝ થઈ છે. કોરોના વાયરસ (Coronavirus Pandemic) ને કારણે, આ ફિલ્મ નેટફ્લિક્સ જેવા મોટા પ્લેટફોર્મ પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં તાપસી સિવાય વિક્રાંત મેસી (Vikrant Massey) અને હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane) જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મને દર્શકો અને ફિલ્મ વિવેચકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન, એક હોલીવુડ ફિલ્મ પણ રિલીઝ થઈ, જેનું નામ હતું – The Tomorrow War જ્યારે કેટલાક ફિલ્મ વિવેચકોએ તાપસીની ફિલ્મની જગ્યાએ કેટલાક ફિલ્મ ક્રિટિક્સે The Tomorrow war પસંદગી કરી, તો અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ.

તેમણે ફિલ્મના ક્રિટિક્સની ટીકા કરતી વખતે હોલીવુડ પર પણ નિશાન સાધ્યું હતું. ફિલ્મ ‘હસીન દિલરુબા’ ના રિલીઝ થયા બાદ, ફિલ્મ પર અપાયેલી પ્રતિક્રિયા અંગે તેમના એક ટ્વિટમાં, તાપસીએ કહ્યું હતું કે તેમના અભિનય અંગે કેટલાક લોકો તેમના પર પર્સનલ કમેન્ટો કરી રહ્યા છે, જે તેમને બિલકુલ ગમ્યું નહોતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ફિલ્મ ક્રિટિક્સ પર તાપસીએ ઠાલવ્યો ગુસ્સો

આ સિવાય, તાપસીએ તાજેતરમાં જ એક ફિલ્મ પત્રકારના ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમણે લખ્યું હતું કે તેમના સાથી ફિલ્મ ક્રિટિક્સને હસીન દિલરુબા જે એક ઓરિજિનલ કન્ટેન્ટ છે, તેમા કંઇ સારું દેખાયું નહીં, અને તેમને આ ફિલ્મ કરતા The Tomorrow War ફિલ્મને પસંદ કરી.

આ ફિલ્મ પત્રકારના અહેવાલ સાથે સંમત થઈને તાપસી પન્નુએ તેમના જવાબમાં લખ્યું – સર, હોલીવુડ છે ને, બધું જ ચાલે છે. ભૂલોને ધ્યાનમાં લીધા વિના આ હમેશા એસ્પિરેશનલ છે. આપણે અહીં જેટલું એક્સપેરિમેન્ટ કરી લે, તે હંમેશાં નાનું લાગે છે, તેથી આપણને તે ‘બિનજરૂરી’ લાગે છે. ભલે અમે કંઈ પણ કરીએ. કદાચ LA થી બહાર કામ કરવામાં મદદ કરશે.

અહીં વાંચો તાપસી પન્નુનું ટ્વીટ

આપને જણાવી દઈએ કે તાપસીની ફિલ્મ ‘હસીન દિલરુબા’ 2 જુલાઈએ રિલીઝ થઈ હતી અને તે જ દિવસે હોલીવુડની ફિલ્મ The Tomorrow War પણ રિલીઝ થઈ હતી. હોલીવુડની આ ફિલ્મમાં ક્રિસ પ્રેટ (Chris Pratt) મુખ્ય ભૂમિકામાં છે. પ્રેક્ષકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બંને ફિલ્મ્સ એક સાથે ક્લેશ થઈ, જેના કારણે દર્શકો પણ વહેચાઈ ગયા હતા. આ સ્થિતિમાં તાપસીની ફિલ્મની જગ્યાએ પ્રેક્ષકોના એક વર્ગને હોલીવુડની એક્શન ફિલ્મ જોવી વધુ સારી લાગી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">