સુનીલ ગ્રોવરને પૂછવામાં આવ્યું શું તમે કપિલથી હજુ નારાજ છો ? સુનીલે આપ્યો આ જવાબ

પ્રખ્યાત હાસ્ય કલાકારો કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની વર્ષો પહેલાની લડાઈની વાતો હજી પણ ચર્ચામાં છે.

  • tv9 webdesk37
  • Published On - 13:25 PM, 20 Jan 2021
Sunil Grover was asked are you still angry with Kapil? Sunil gave this answer
જોડી હતી ખુબ મશહૂર

પ્રખ્યાત હાસ્ય કલાકારો કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની લડાઈની વાતો હજી પણ ચર્ચામાં છે. બંને કોમેડિયનની બહુ મોટી ફેન ફોલોવિંગ છે. તાજેતરમાં સુનીલ ગ્રોવરને ફરી એક વાર કપિલ શર્મા વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલનો જવાબ સુનીલે ખુબ સરળતાથી આપ્યો હતો. સુનીલ ગ્રોવરની એક્ટિંગના વખાણ તાજેતરમાં તાંડવ માટે થઇ રહ્યા છે. તેમજ તાંડવનો વિરોધ પણ ઘણા કારણોસર જોરશોરથી થઇ રહ્યો છે.

કપિલ અને સુનીલ વચ્ચે 2017માં મોટો ઝગડો થઇ ગયો હતો. ત્યાર બાદ સુનીલે શો છોડી દીધો હતો. આજે પણ ફેન્સ ડોક્ટર ગુલાટી અને ગુથ્થીનો રોલ જોવા માંગે છે. બંને કોમેડિયન ઝગડા વિષે વાત કરવાનું ટાળે છે. પરંતુ એક ઇન્ટરવ્યુ દરમિયાન સુનીલને કપિલ શર્મા પ્રત્યે નારાજગી અંગે એક સવાલ પૂછવામાં આવ્યો. આ બાબતે સુનીલે કહ્યું કે કે, “હું કપિલથી નારાજ નથી થઇ શકતો.” જ્યારે આ જવાબ માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે સુનીલે જણાવ્યું કે, “કપિલ ખૂબ રમૂજી છે અને આ કારણેજ તેનાથી વધુ સમય માટે નારાજ નથી રહી શકાતું.” ઇન્ટરવ્યુ દરમિયાન સુનીલને પૂછવામાં આવ્યું કે તેને કપિલની કઈ બાબત પસંદ છે. ત્યારે સુનીલે કહ્યું કે “મને કપિલની હાજરજવાબી ખરેખર ગમે છે.”

Find out what Sunil Grover said about Kapil

ઝગડા બાદ સુનીલે છોડી દીધો હતો શો

2017 માં બંને વચ્ચે ઝઘડો થયો હતો

કપિલ અને સુનિલ વચ્ચેનો ઝઘડો 2017 માં થયો હતો. જ્યારે કપિલની ટીમ ઓસ્ટ્રેલિયામાં એક શો પતાવીને ભારત પરત આવી રહી હતી. આ દરમિયાન સુનીલ અને કપિલ વચ્ચે ફ્લાઇટમાં ઝઘડો થયો હતો. આ ઝગડો એટલો વધી ગયો હતો કે ટીમના બાકીના સભ્યોને બંનેનો ઝગડો રોકવા માટે વચ્ચે પડવું પડ્યું હતું. ત્યારબાદ ભારત આવતાની સાથે જ સુનીલે કપિલનો શો છોડી દીધો હતો. અને પોતાનો રસ્તો અલગ કરી દીધો હતો. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાને બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આ સમાધાનનો શક્ય બન્યું જ નહીં.

 

આ પણ વાંચો: ઝરીન ખાને સાસણમાં કર્યા સિંહ દર્શન, સોશિયલ મીડિયામાં વિડીયો કર્યા શેર