ઝરીન ખાને સાસણમાં કર્યા સિંહ દર્શન, સોશિયલ મીડિયામાં વિડીયો કર્યા શેર

આમીર બાદ ગરવી ગીરમાં સિંહના દર્શન માટે બોલીવૂડ અભિનેત્રી ઝરીન ખાન આવી છે. Zarinએ સિંહને નિહાળતા વિડીયો શેર કર્યા હતા.

ઝરીન ખાને સાસણમાં કર્યા સિંહ દર્શન, સોશિયલ મીડિયામાં વિડીયો કર્યા શેર
ઝરીન સાસણની મૂલાકાતે
Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 20, 2021 | 12:01 PM

બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી Zarin Khanને સૌ ઓળખતા જ હશે. આ પ્રખ્યાત અભિનેત્રી હમણા ગુજરાતની હવાનો આનંદ માણી રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં દીવની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તે સાસણ ગીરની મુલાકાતે હતી. ઝરીને પોતાના સોશિયલ મીડિયામાં આ આનંદની પળોના વિડીયો પણ શેર કર્યા હતા.

actress zarin khan enjoying vacation in gir forest

Instaમાં શેર કરી તસ્વીર

ઝરીન પરોવાર સાથે સાસણના એક રિસોર્ટમાં રોકાઈ હતી. ત્યાર બાદ વહેલી સવારે તેણે સાસણમાં સિંહના દર્શન પણ કર્યા હતા. ઝરીનને સિંહ દેખાતા વિડીયો ઉતાર્યો અને ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો. ઝરીનના સોશિયલ મીડિયામાં તે ડીનર જમતી વખતે લાઈવ મ્યુઝીકનો આનંદ માણતી જોવા મળે છે.

actress zarin khan enjoying vacation in gir forest

Instaમાં શેર કરી તસ્વીર

તાજેતરમાં જ આમીર ખાને પણ પરિવાર સાથે ગીરની મૂલાકાત લીધી હતી. ધીમે ધીમે વિશ્વભરમાં ગીરનું આકર્ષણ વધી રહ્યું છે. તેમજ અનેક બોલીવૂડ સ્ટાર્સ ગીરમાં વેકેશન માણવા આવી રહ્યા છે.

આ પણ વાંચો: મા બન્યા બાદ ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર અનુષ્કા શર્માનો પહેલો સંદેશ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati