સુભાષ ઘાઈએ ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન વિશેની યાદગાર ક્ષણો કરી યાદ અને જણાવી આ વાત

Alia Ranbir Wedding : આલિયા અને રણબીરના લગ્નની ખબરો વચ્ચે સુભાષ ઘાઈએ 1980માં ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નમાં હાજરી આપવા વિશે તાજેતરમાં ખુલાસો કર્યો હતો. તેમણે રાજ કપૂર વિશે પણ વાત કરી હતી.

સુભાષ ઘાઈએ ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન વિશેની યાદગાર ક્ષણો કરી યાદ અને જણાવી આ વાત
Rishi & Neetu Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 4:16 PM

જાણીતા ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈએ (Subhash Ghai) મેમરી લેન પર સફર કરી અને બોલિવુડના દિગ્ગજ સ્ટાર કપલ ઋષિ કપૂર (Rishi Kapoor) અને નીતુ કપૂરના (Neetu Kapoor) લગ્નમાં ઢોલક (હેન્ડ ડ્રમ) વગાડવાનું યાદ કર્યું હતું. એક નવા ઈન્ટરવ્યુમાં સુભાષે કહ્યું કે ઋષિના પિતા, અભિનેતા-દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂર ત્યારે ખૂબ ખુશ હતા. તેમણે એમ પણ કહ્યું કે ‘આરકે વેડિંગ’માં શ્રેષ્ઠ ખોરાક, પીણાં અને સંગીત હોય છે. અત્યારે તેમના પુત્ર રણબીર કપૂરના લગ્ન અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે થવા જઈ રહ્યા છે.

Rishi Kapoor & Neetu Kapoor Marriage Photo

આ અઠવાડિયે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના અહેવાલો વચ્ચે સુભાષ ઘાઈએ એમ પણ કહ્યું કે તે તેમના માટે ખૂબ જ ખુશ છે. ઋષિ કપૂરે 1980માં નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ સ્ટાર કપલને 2 બાળકો છે – પુત્ર રણબીર અને એક પુત્રી રિદ્ધિમા કપૂર સાહની. રણબીર કપૂર 14 એપ્રિલે એટલે કે આજે આલિયા સાથે લગ્ન કરશે. ગઈકાલે તેમની મહેંદી સેરેમની અને આજે સંગીત સેરેમની યોજાશે. જો કે અત્યાર સુધી રણબીર અને આલિયાએ તેમના સોશિયલ મીડિયા પર તેમના લગ્ન અંગે કોઈ પોસ્ટ કે ટિપ્પણી નથી કરી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સુભાષ ઘાઈએ કહ્યું કે “ચિન્ટુ (ઋષિ) અને નીતુએ ‘આરકે’ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. આરકે શૈલીના લગ્ન દરેક માટે ઉષ્મા, સ્નેહ અને પ્રેમ સાથેનો એક મોટો પ્રસંગ હતો. રાજ કપૂર સાહેબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક પરિવારની જેમ માનતા હતા. ઋષિ અને નીતુ મારા પ્રિય કપલ અને અમારા પરિવારનો હિસ્સો છે.”

સુભાષ ઘાઈએ આગળ જણાવ્યુ કે ”કપૂર પરિવારના લોકો ખૂબ જ હૂંફાળા અને પ્રેમાળ લોકો છે. તેઓ એવા લોકો છે જેઓ ફિલ્મ બિઝનેસના ગણિતથી ઉપર છે. રાજ સાહેબની પત્ની સહિત આખો પરિવાર અમારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હતો. આરકેના લગ્નોમાં શ્રેષ્ઠ ભોજન, પીણાં અને સંગીત હોય છે અને દરેક તેમાં ભાગ લે છે. જ્યારે મેં ઋષિ અને નીતુના લગ્નમાં ઢોલક વગાડ્યું ત્યારે રાજ સાહેબ ખૂબ જ ખુશ હતા.”

તેમણે આગળ ઉમેર્યું કે “હું ઋષિ અને નીતુની ખૂબ જ નજીક હતો અને હું રણબીર અને આલિયા માટે ખૂબ જ ખુશ છું. નીતુ અમારા ઉદ્યોગની શ્રેષ્ઠ મહિલાઓમાંની એક છે, તેણી ખૂબ જ પ્રેમાળ છે. તેણે તેના બાળકોને ખૂબ સારી રીતે ઉછેર્યા છે. મેં 1991માં ઋષિ અને રણબીર સાથે ‘પ્યાર કી ગંગા બહે’ નામની એક ફિલ્મ શૂટ કરી છે. તે સમયે રણબીર 8 કે 10 વર્ષનો હતો. એક કાકા તરીકે રણબીર અને આલિયાને મારા બધા આશીર્વાદ છે.”

તાજેતરમાં આલિયાના કાકા રોબિન ભટ્ટે 14 એપ્રિલે એટલે કે આજે રણબીર સાથે તેના લગ્નની પુષ્ટિ કરી હતી. રણબીર અને આલિયાએ 2017માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, જ્યારે તેઓએ અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કર્યું હતું. બંનેએ 2018માં સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં સ્ટાર કપલ તરીકે તેમનો પ્રથમ ઓફિશિયલ પબ્લિક અપરીયન્સ આપ્યો હતો.

આ પણ વાંચો – દીપિકા પાદુકોણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વેડિંગ કન્ફર્મેશન પોસ્ટ પર આપી આ પ્રતિક્રિયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">