દીપિકા પાદુકોણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વેડિંગ કન્ફર્મેશન પોસ્ટ પર આપી આ પ્રતિક્રિયા

Alia - Ranbir Wedding: આ પોસ્ટને લાઈક કરનારા અન્ય સ્ટાર્સમાં અનુષ્કા શર્મા, અભિષેક બચ્ચન, મલાઈકા અરોરા, સુહાના ખાન, કાજોલ અને અનન્યા પાંડેનો પણ સમાવેશ થાય છે.

દીપિકા પાદુકોણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વેડિંગ કન્ફર્મેશન પોસ્ટ પર આપી આ પ્રતિક્રિયા
Deepika Padukone (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 14, 2022 | 1:06 PM

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્નના સમાચાર પર દીપિકા પાદુકોણે (Deepika Padukone) પ્રતિક્રિયા આપી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની અફવાઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહી છે. આજે આ સ્ટાર કપલ ધામધુમથી લગ્ન કરવા જઈ રહ્યું છે. જો કે અયાન મુખર્જીએ તેમની આગામી ફિલ્મ, બ્રહ્માસ્ત્રમાંથી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહેલા આ સ્ટાર કપાલને આ વીડિયોમાં તેમના લગ્નની એક પ્રકારની જાહેરાત પણ કહી શકાય, જેમાં આલિયા અને રણબીરને વારાણસીની ગલીઓમાં કેસરિયાની ધૂન પર રોમાન્સ કરતા દર્શાવવામાં આવ્યા હતા.

View this post on Instagram

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

આ વીડિયો અયાન, કરણ જોહર અને અમિતાભ બચ્ચને પણ શેયર કર્યો હતો. આ વાયરલ વીડિયો શેયર કર્યાના કલાકો બાદ દીપિકાએ તેના પર પ્રતિક્રિયા આપી હતી.

Deepika Padukone Reacts to Alia Ranbir’s Wedding Post

જાણીતી અભિનેત્રી, જે અગાઉ રણબીરને ડેટ કરી હતી, તે અયાન અને કરણ દ્વારા શેયર કરેલી પોસ્ટને ‘લાઇક’ કરતી જોવા મળી હતી. જ્યારે દીપિકાએ લગ્ન વિશે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી, ત્યારે એવું લાગે છે કે અભિનેત્રી આ સ્ટાર કપલને પોતાનો પ્રેમ મોકલી રહી છે.

દીપિકા અને રણબીરે ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના વર્ષો દરમિયાન થોડા વર્ષો સુધી ડેટિંગકર્યું હતું. જોકે આગળ જતાં તેમનું બ્રેકઅપ થઈ ગયું અને રણબીર કેટરીના કૈફને ડેટ કરવા લાગ્યો હતો. કેટ સાથે બ્રેકઅપ પછી રણબીરે આલિયાને ડેટ કરવાનું શરૂ કર્યું.

બ્રેક-અપ કર્યું હોવા છતાં દીપિકા અને રણબીરે કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું – જેમાં યે જવાની હૈ દીવાની અને તમાશાનો સમાવેશ થાય છે. દીપિકાના પતિ રણવીરના પણ રણબીર સાથે સારા સંબંધો છે.

ગઇકાલથી તેમના લગ્નોત્સવનો પ્રારંભ થયો હતો. મહેંદી સમારોહ આ સ્ટાર કપલના લગ્ન સ્થળ, રણબીરના પાલી હિલ ઘર ‘વાસ્તુ’ ખાતે યોજાયો હતો. જેમાં કપૂર અને ભટ્ટ પરિવારના કેટલાક સભ્યો સમારોહમાં જતા જોવા મળ્યા હતા. જેમાં નીતુ કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રીમા જૈન અને પૂજા ભટ્ટનો સમાવેશ થતો હતો. સાંજે, કથિત રીતે શ્વેતા બચ્ચન નંદા અને નવ્યા નવેલી નંદા એટલે કે બચ્ચન પરિવાર સાથે પણ એક ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો. રણબીર અને આલિયાના લગ્ન ગુરુવાર મતલબ કે આજે 14 એપ્રિલના રોજ થશે, તેવું ગઇકાલે રાતે માતા નીતુ કપૂરે પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો : Alia – Ranbir Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લગ્નની ડિટેલ્સ જાહેર કરવા માટે ફેન્સે પિટિશન ચાલુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati