Omicron: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો હાહાકાર, મુંબઈમાં વધુ 7 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 28 પર પહોંચી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસમાં 160 કેસ સામે આવ્યા છે અને બે લોકોના મોત નોંધાયા છે. રાજ્યમાં થયેલા 5 લોકોના મોત બાદ જીવ ગુમાવનારાઓનો કુલ આંકડો વધીને 1,41,264 પર પહોંચ્યો છે.

Omicron: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો હાહાકાર, મુંબઈમાં વધુ 7 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 28 પર પહોંચી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 8:29 PM

મહારાષ્ટ્ર (Maharashtra)માં મંગળવારે ઓમિક્રોન (Omicron) વેરિએન્ટના વધુ 8 કેસ સામે આવ્યા છે. તેમાંથી 7 પોઝિટીવ કેસ મુંબઈના છે અને 1 દર્દી વસઈ વિરારનો છે. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનથી સંક્રમિત 28 દર્દી સામે આવી ચૂક્યા છે. તેમાંથી 9 દર્દીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા પણ આપી દેવામાં આવી છે. જણાવી દઈએ કે દેશના સંક્રમિતોની અડધી સંખ્યા માત્ર એકલા મહારાષ્ટ્રમાં છે. ત્યારે સોમવારે ઓમિક્રોનના બે નવા કેસ રિપોર્ટ થયા હતા.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

મહારાષ્ટ્રમાં સોમવારે એક દિવસમાં કોરોનાના 569 નવા કેસ મળ્યા છે. ત્યારે એક દિવસમાં 5 લોકોએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસમાં 160 કેસ સામે આવ્યા છે અને બે લોકોના મોત નોંધાયા છે. રાજ્યમાં થયેલા 5 લોકોના મોત બાદ જીવ ગુમાવનારાઓનો કુલ આંકડો વધીને 1,41,264 પર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 6,507 છે. ત્યારે મુંબઈમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,751 છે.

મુંબઈમાં મૃત્યુદર દર 2.12 ટકા

મુંબઈમાં કુલ કેસ 7,65,442 છે. ત્યારે અત્યાર સુધી 16,359 દર્દીઓએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 64,93,002 દર્દી રિક્વર થઈ ચૂક્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ 97.72 ટકા નોંધવામાં આવ્યો છે, ત્યારે મૃત્યુદર 2.12 ટકા છે.

ભારતમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 45 થઈ

ભારતમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને હવે 45 થઈ ગઈ છે. પહેલાની જેમ સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. ત્યારે બીજુ સૌથી વધારે પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે. સ્વાસ્થ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે કહ્યું છે. આ સિવાય કેન્દ્રએ રાજ્યોને તપાસમાં તેજી લાવવા માટે પણ કહ્યું છે.

દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી

દેશમાં કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટના (Corona Omicron Variant) વધતા કેસોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર (Central Government) તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની હેઠળ જોખમવાળા દેશોથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટની પ્રીબુકિંગ કરવી પડશે.

આ આદેશ 20 ડિસેમ્બરથી લાગુ પડશે. આ આદેશ મુજબ 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર આવનારા જોખમવાળા દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટનું પ્રીબુકિંગ કરવું પડશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઓમીક્રોન વેરિએન્ટ દુનિયાના ઘણા દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. એટલું જ નહીં બ્રિટેનમાં ઓમીક્રોનથી પ્રથમ મોતનો કેસ પણ સામે આવી ચૂક્યો છે.

આ પણ વાંચો: Omicron: ખૂબ જ ઝડપથી ફેલાય છે ઓમિક્રોન, ભારતમાં ઓમિક્રોનની લહેર આવશે તો હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાશે

આ પણ વાંચો: Corona: છેલ્લા 1 વર્ષમાં દુનિયાભરમાં સંક્રમિત થયા 19.9 કરોડ લોકો, 34 લાખ દર્દીઓના થયા મોત, જાણો અત્યાર સુધી કેટલા લોકોને આપવામાં આવી વેક્સિન

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">