ઐશ્વર્યા રાય બચ્ચને ‘Ponniyin Selvan’નું શૂટિંગ કર્યું પૂરું, પોસ્ટર શેર કરીને જણાવ્યું ક્યારે થશે ફિલ્મ રિલીઝ

અભિનેત્રીએ ફિલ્મ પૂર્ણ થવા પર એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. ફેન્સમાં ચર્ચાનો વિષય બનેલા આ પોસ્ટર પર તેમના ચાહકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચને 'Ponniyin Selvan'નું શૂટિંગ કર્યું પૂરું, પોસ્ટર શેર કરીને જણાવ્યું ક્યારે થશે ફિલ્મ રિલીઝ
Aishwarya Rai Bachchan

લાંબા સમયથી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ના ચાહકો તેમના સિનેમામાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. હવે ચાહકોની રાહ પૂરી થઈ છે. ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં મણિરત્નમની ફિલ્મ ‘PS-1’ એટલે કે ‘પોન્નીયિન સેલ્વન -1’ (Ponniyin Selvan – 1) સાથે પુનરાગમન કરવા જઈ રહી છે અને ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેની જાણકારી ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અભિનેત્રીએ ફિલ્મ પૂર્ણ થવા પર એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. ફેન્સમાં ચર્ચાનો વિષય બનેલા આ પોસ્ટર પર તેમના ચાહકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તે ક્યારે રિલીઝ થશે

ઐશ્વર્યાએ શેર કરેલું પોસ્ટર જોવા માટે તો રસપ્રદ છે સાથે એ પણ બહાર આવ્યું છે કે આ ફિલ્મ 2022 ના ઉનાળામાં દસ્તક આપશે. ઐશ્વર્યા રાય બચ્ચને પોસ્ટર શેર કરતી વખતે હાર્ટ ઈમોટિકોન્સનો ઉપયોગ કર્યો છે. તેમજ, પોસ્ટર પર ‘ફિલ્મીંગ કમ્પ્લીટ’ નો ઉલ્લેખ છે.

 

 


પ્રકાશ રાજે પણ રિવીલ કર્યું પોસ્ટર

ઐશ્વર્યા સિવાય, ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા પ્રકાશ રાજે પણ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે અને લખ્યું છે કે ‘આ ખાસ ફિલ્મનો ભાગ બનવું કમાલનું રહ્યું. ટૂક સમયમાં આવી રહી છે…’

ઐશ્વર્યા રાયનો લુક થયો હતો લીક (Looked Leaked)

ફિલ્મની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં જ ફિલ્મના સેટ પરથી ઐશ્વર્યાની તસ્વીર લીક થઈ હતી, જેમાં તેનો લુક મહારાણી જેવો રોયલ હતો. તેમણે લાલ અને સોનેરી રંગની કાન્જીવરમ સાડી પહેરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તેમના પાત્રોના નામ નંદિની અને મંદાકિની દેવી છે.

મૂવી સ્ટારકાસ્ટ (Meet the Starcast)

ઐશ્વર્યા અને પ્રકાશ રાજ સિવાય તેમાં વિક્રમ, તૃષા, જયમ રવિ, કાર્તિ, પ્રભુ, ઐશ્વર્યા લક્ષ્મી, શોભિતા ધુલિપાલા સહિત અન્ય કલાકાર છે. આ પીરિયડ ફિલ્મ માટે એ આર રહેમાને સંગીત આપ્યું છે. ફિલ્મના નિર્દેશક મણિરત્નમ છે.

તમિલ સાહિત્યના સૌથી પ્રખ્યાત પુસ્તક પોન્નીયિન સેલ્વાન પર આધારિત છે મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ, ચોલાવંશના યુગ પર આધારિત છે. મેડ ઇન હેવન શોભિતા ધુલિપાલા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં તેમની નવી શરૂઆતની છે.

શોભિતા, એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના છે, જે એક રાજકુમારીની મુખ્ય ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવી હતી, જે કુચીપુડી અને ભરતનાટ્યમની માસ્ટર છે.

 

આ પણ વાંચો :- Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર

આ પણ વાંચો :- New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati