ભાઈ સુશાંતના જન્મદિને બહેન શ્વેતાએ કરી મોટી જાહેરાત, સાથે આપ્યો ઈમોશનલ મેસેજ

આજે સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ છે. આજે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામ પર તેમની તસવીરનો કોલાજ શેર કર્યો છે.

ભાઈ સુશાંતના જન્મદિને બહેન શ્વેતાએ કરી મોટી જાહેરાત, સાથે આપ્યો ઈમોશનલ મેસેજ
સોશિયલ મીડિયામાં કર્યા ફોટા શેર

આજે સુશાંત સિંહ રાજપૂતની જન્મજયંતિ છે. આજે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટાગ્રામ પર તેમની તસવીરનો કોલાજ શેર કર્યો છે. ફોટોની સાથે તેણે ઈમોશનલ કેપ્શન પણ લખ્યું હતું. શ્વેતા એ લખ્યું કે લવ યુ ભાઈ લખ્યું ❤️❤️❤️ તું મારો જ એક ભાગ છે અને હંમેશા મારામાં રહીશ. સાથે તેણે હેઝ ટેગ પણ લગાવ્યું હતું. #SushantDay

બહેનની ફેન્સને વિનંતી

સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેના ભાઇના ફેન્સને વિનંતી કરી છે કે સુશાંતના જન્મ જયંતિ પર તેણે જીવેલા જીવનને ઉજવવામાં આવે અને 21 જાન્યુઆરીના આ દિવસને પ્રેમની વહેંચણી કરીને ઉજવવામાં આવે. તેમણે લખ્યું, “આપણે 21 જાન્યુઆરીએ ભાઈનો જન્મદિવસ કેવી રીતે ઉજવવો જોઈએ? આપના સૂચનો આપો. #SushantBirthdayCelebration” સુશાંતની બહેને એક વર્ચુઅલ ઇવેન્ટનું પણ આયોજન કર્યું છે. જેમાં સુશાંતના ફેન્સને સુશાંતની યાદમાં કાર્યક્રમનું આયોજન અને ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

 

 

ફંડની કરી જાહેરાત

શ્વેતાએ બીજી પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, ‘યુસી બર્કલેમાં સુશાંત સિંહ રાજપૂત મેમોરિયલ ફંડ 3500 ડોલર આપશે. યુસી બર્કલેના એસ્ટ્રોફિઝિક્સમાં રસ ધરાવતા કોઈપણ વિદ્યાર્થી આ ફંડ માટે અરજી કરી શકે છે. નાના ભાઈ તને જન્મદિવસની શુભેચ્છા. હું આશા રાખું છું કે તું જ્યાં પણ હોય, ખુશ હોય.’ સુશાંતના ચાહકોએ પણ આ પોસ્ટ પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

 

 

ફેન્સ ઉજવી રહ્યા છે જન્મદિન
સુશાંતના ફેન્સ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર તેની તસવીરોની ક્લિપ્સ શેર કરીને જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુશાંતે 14 જૂન 2020 ના રોજ તેમના ઘરે આત્મહત્યા કરી હતી. સુશાંત જેવા ટેલેન્ટેડ સ્ટાર વિશે આ સમાચાર સાંભળીને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો.

તપાસ હજી પૂર્ણ નથી થઈ

પરિવાર અને શુભચિંતકો દ્વારા આરોપ ખૂન કહેવામાં આવ્યું હતું, અને કહ્યું હતું કે આ આત્મહત્યા નથી. ત્યાર બાદ દેશભરમાં સુશાંતના મોતની તપાસની માંગ ઉઠી હતી. બાદમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આટલા સમય બાદ પણ સીબીઆઈ કોઈ નિર્ણય પર નથી પહોચી. સીબીઆઈએ કહ્યું છે કે સુશાંત કેસમાં તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને અત્યારે કોઈ સંભાવના નકારી શકાય નહીં.

 

આ પણ વાંચો: સુશાંતની જન્મ જયંતિ માટે ફૂલ ખરીદવા નીકળી રિયા, ફોટોગ્રાફર્સને કરી આ રીક્વેસ્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati