સુશાંતની જન્મ જયંતિ માટે ફૂલ ખરીદવા નીકળી રિયા, ફોટોગ્રાફર્સને કરી આ રીક્વેસ્ટ

ફેન્સ આજે સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, ત્યારે બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ગઈ કાલે મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી.

સુશાંતની જન્મ જયંતિ માટે ફૂલ ખરીદવા નીકળી રિયા, ફોટોગ્રાફર્સને કરી આ રીક્વેસ્ટ
Riya Chakraborty
Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Jan 21, 2021 | 11:44 AM

આજે સુશાંતનો જન્મદિન છે. ફેન્સ આજે સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, ત્યારે બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ગઈ કાલે મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી. સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ રિયા ખુબ ચર્ચામાં રહી. રિયા પર ઘણા પ્રશ્નો ઉઠ્યા અને તેને ડ્રગ કેસમાં જેલમાં પણ જવું પડ્યું.

સુશાંતની જન્મ જયંતિ માટે રિયા બાંદ્રામાં ફૂલ લેવા માટે પહોચી હતી, ત્યારે ફોટોગ્રાફર્સ પણ તેની પાછળ પાછલ પહોચી ગયા અને ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. રિયાએ હાથ જોડીને પીછો ના કરવા જણાવ્યું હતું.

Riya Chakraborty arrives to buy flowers on Sushant's birthday

તસ્વીર સૌજન્ય: Manav Mangalani

રિયાએ ફોટોગ્રાફર્સને રીક્વેટ કરી હતી અને બહુ શાંતિથી કહ્યું કે, હું ઘરે જ જઈ રહી છું, મહેરબાની કરીને મારો પીછો ના કરશો.

કોઈએ રિયાને પૂછ્યું પણ ખરા કે, તમારા માટે બહુ ભયાનક રહેતું હશે, કે લોકો હમેશા તમારો પીછો કરતા જ રહે છે. આ પ્રશ્ન પર રિયાએ જવાબ આપ્યો હતો. જૂન 2020 માં બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી અને આજે તેની જન્મ જયંતિ છે. સુશાંતના મૃત્યુના સમયે રિયા સાથે તેની ડેટિંગના સમાચાર આવ્યા હતા અને ત્યાર બાદ રિયા મુસીબતમાં આવી ગઈ હતી. બાદમાં રિયા પર સુશાંતના પરિવાર દ્વારા એફઆઈઆર નોધાવવામાં આવી હતી. આ પછી, સુશાંતના મોતની કડીઓ ડ્રગ્સ સાથે જોડાઈ હતી અને ડ્રગ કેસમાં એનસીબીએ રિયાની ધરપકડ કરી હતી. રિયા હમણાં જમાનત પર બહાર છે. રિયા જલ્દી જ ફિલ્મ ‘ચહેરે’ માં જોવા મળશે. આ ફિલ્મમાં રિયા સાથે અમિતાભે લીડ રોલ ભજવ્યો છે.

આ પણ વાંચો: ICC Rankings: નવા રેન્કિંગમાં વિરાટ કોહલી, રહાણે અને જાડેજા પાછળ સરક્યા, ચેતેશ્વર પુજારાને મળ્યો ફાયદો

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati