Breaking News : સિંગર હંસરાજ રઘુવંશીને જાનથી મારી નાખવાની ધમકી મળી, લોરેન્સ અને ગોલ્ડી બ્રાર ગેંગના નામ સામે આવ્યા
મેરા ભોલા હૈ ભંડારી ભજનથી ફેમસ થયેલા સિંગર હંસરાજ રઘુવંશી તેમજ તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. સિંગર પાસે 15 લાખ રુપિયાની માંગ પણ કરી છે. આરોપીએ પોતાને લોરેન્સ અને ગોલ્ડી બ્રાર ગેંગનો સભ્ય બતાવ્યો છે.હવે, ફરિયાદ મળ્યા બાદ, મોહાલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

હિમાચલ પ્રદેશનો ફેમસ સિંગર અને મેરા ભોલા હૈ ભંડારીથી ફેમસ થયેલા હંસરાજ રઘુવંશીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિંગર અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આ ધમકીની સાથે 15 લાખ રુપિયાની માંગણી પણ કરવામાં આવી છે. સિંગર રઘુવંશીને ફોન કરી ધમકી આપવામાં આવી છે. તેમજ આરોપીએ પોતાને લોરેન્સ અને ગોલ્ડી બ્રાર ગેંગનો સભ્ય બતાવ્યો છે. હવે, ફરિયાદ મળ્યા બાદ, મોહાલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસે આરોપીની ઓળખ કરી
ખુદ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય બતાવનાર શખ્સે હંસરાજ રઘુવંશીની સાથે-સાથે તેના પરિવારને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ત્યારબાદ સિંગરના પર્સનલ ગાર્ડે તરત જ મોહાલી પોલીસને આ મામલે ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ શરુ કરી દીધી છે. હંસરાજ રઘુવંશીને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ રાહુલ કુમાર નાગડેના રુપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી મધ્યપ્રદેશના ઉજ્જૈનનો રહેવાસી છે.
હંસરાજ રઘુવંશીના પર્સનલ સિક્યોરિટી ગાર્ડે ફરિયાદ દાખલ કરી છે. આરોપીની ઓળખ પણ થઈ ચૂકી છે. ફરિયાદ અનુસાર રાહુલ કુમાર નાગડેની હંસરાજ રઘુવંશી સાથે પહેલી મુલાકાત વર્ષ 2021-22માં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં થઈ હતી.
હંસરાજ રઘુવંશીના ભક્તિ ગીત
સિંગર હંસરાજ રઘુવંશીને તેના ભક્તિના ગીતો માટે જાણવામાં આવે છે. તેના ગીત મેરા ભોલા હૈ ભંડારી, લાગી મેરી લગન તેરે સંગ શંકરા, તેમજ રાધે-રાધેને યુટ્યુબ પર મિલિયનમાં વ્યુ મળ્યા છે.હંસરાજ રઘુવંશીના પરિવાર વિશે આપણે વાત કરીએ તો તેમના પિતા પ્રેમલાલ રઘુવંશી અને તેમની માતા લીલા દેવી છે. તેનો નાનો ભાઈ મનજીત રઘુવંશી છે અને તેની બહેન સીમા રઘુવંશી છે. તેમની પત્ની કોમલ સકલાનીએ 2023માં તેમની સાથે લગ્ન કર્યા હતા.
બાબા હંસરાજ રઘુવંશી એક ભારતીય સિંગર છે જે શિવ ભક્ત છે અને મુખ્યત્વે ભજન ગાય છે. હંસરાજનું ભજન ‘મેરા ભોલા હૈ ભંડારી’ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.હંસરાજ રઘુવંશીનો જન્મ 18 જુલાઈ 1992ના રોજ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો.
