Gujarati NewsEntertainmentSidharth Malhotra was seen getting cozy with the model on the ramp video viral
સિદ્ધાર્થ સાથે કોઝી થઈ મોડલ, વીડિયો વાયરલ થતા કિયારાની માંગવી પડી માફી, જુઓ-Video
રેમ્પ વોક દરમિયાન સિદ્ધાર્થ બ્લેક સૂટ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ હોટ લાગતો હતો. આ સાથે તેણે સિંગર સબા આઝાદ સાથે ડાન્સ પણ કર્યો હતો. પણ તે બાદ રેમ્પ પર વોક કરતા એક મોડલે તેના શર્ટ ખેચી તેની પાસે લઈ જતી જોવા મળી હતી
સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં દિલ્હીમાં શાંતનુ અને નિખિલ માટે રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન, એક વસ્તુ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું તે હતું અભિનેતા અને તેના સાથી મોડલ વચ્ચેની કેમેસ્ટ્રી હતી. જેના વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. રેમ્પ દરમિયાન, સિદ્ધાર્થને મોડલ શર્ટનો કોલર પકડી અને તેની પાસે બોલાવી કોઝી પોઝ આપતી જોવા મળી રહી છે ત્યારે સિદ્ધાર્થ પણ તેની કમર પર હાથ મુકી પોઝ આપતો જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયો વાયરલ થયા બાદ સિદ્ધાર્થ સાથે કોઝી પોઝ આપતી મોડલે કિયારાની માફી માંગી છે.
રેમ્પ વોક દરમિયાન સિદ્ધાર્થ બ્લેક સૂટ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ હોટ લાગતો હતો. આ સાથે તેણે સિંગર સબા આઝાદ સાથે ડાન્સ પણ કર્યો હતો. પણ તે બાદ રેમ્પ પર વોક કરતા એક મોડલે તેના શર્ટ ખેચી તેની પાસે લઈ જતી જોવા મળી હતી જે બાદ તેની સાથે કોઝી પોઝ પણ આપ્યા હતા. આ દરમિયા મોડલ સિદ્ધાર્થની ખૂબ જ નજીક જોવા મળી હતી. એટલું જ નહીં તેની આંખોમાં જોઈને તેની સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. ત્યારે મોડલ સાથે સિદ્ધાર્થની નિકટતા પણ લોકોનું ધ્યાન ખેચી રહી છે.
વીડિયોમાં, મોડલ સિદ્ધાર્થને તેના કોટથી ખેંચતી જોઈ શકાય છે. તેણી તેના ચહેરાને સ્પર્શ કરે છે અને પછી તેના હાથ તેની ગરદનની આસપાસ મૂકે છે જે વીડિયો જોઈ યુઝર્સ આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કેટલાક લોકોએ સિદ્ધાર્થને કિયારાની યાદ અપાવી તો કેટલાકે કહ્યું કે કિયારા ભાભી મારશે, તેમની સાથે આ હું સહન નહીં કરું.
મોડેલે માફી માંગી
આ વીડિયો વાયરલ થયા બાદ તે મોડલે અભિનેતાની પત્ની એટલે કે કિયારા અડવાણીની માફી માંગી છે. મોડલ એલિસિયા કૌરે રનવે પરથી વિડિયો શેર કર્યો છે અને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે, “સોરી કિયારા.” “તે અમારું કામ છે,”