AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો, ચાહકો થયા દુઃખી

સિદ્ધાર્થ અને કિયારા અડવાણી, આ બંને વિશે સમાચાર છે કે આ સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે કિયારા અડવાણી (Kiara Advani) અને 'શેરશાહે' એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો, ચાહકો થયા દુઃખી
Kiara Advani & Siddharth Malhotra (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 5:32 PM
Share

ચાહકો ‘શેરશાહ’ (Shershaah Movie) સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણીને (Kiara Advani) એકસાથે જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાની જોડીને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, જેના પછી ચાહકો હવે તેમને વાસ્તવિક જીવનમાં પણ એકસાથે જોવા માંગે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કિયારા અડવાણી અને કિયારાએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ અને કિયારા હવે એકબીજાથી અલગ થઈ ગયા છે. કિયારા અને સિદ્ધાર્થ હવે એકબીજાને મળી રહ્યા નથી. જો કે, આ બંને સ્ટાર્સ વચ્ચે શું થયું તે સ્પષ્ટ નથી, પરંતુ તેમના અચાનક બ્રેકઅપથી બધા નિરાશ થઈ ગયા છે.

ચાહકો કિયારા-સિદ્ધાર્થના લગ્નની આશા વ્યક્ત કરી રહ્યા હતા

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ અને કિયારાના ચાહકોને આશા હતી કે તેઓ બંને બાકીના સેલેબ્સની જેમ જલ્દી જ લગ્ન કરશે. પરંતુ તેમના બ્રેકઅપના સમાચારે તેમને ખુબ જ નિરાશ કર્યા છે. જે ભાગ્યને મંજૂર હોય, તે જ થાય છે. સિદ્ધાર્થ અને કિયારા વિશે એવું માનવામાં આવતું હતું કે બંને જલ્દી તેમના ચાહકોને લગ્નની ખુશખબરી આપશે. અમને આશ્ચર્ય થાય છે કે તેમની વચ્ચે શું ખોટું થયું છે, જેનાથી તેઓ બંને અલગ થઈ ગયા છે. જો કે, હજુ પણ આશા છે કે બંને વચ્ચેનો મામલો જલ્દી ઉકેલાઈ જાય.”

ફિલ્મ શેરશાહ વિશે સિદ્ધાર્થની પોસ્ટ જુઓ

એક વર્ષથી આ સ્ટાર કપલ સાથે હતું

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વિશે ઘણા સમયથી એવા અહેવાલો હતા કે તેઓ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, તે બંનેએ ક્યારેય આ વાતની પુષ્ટિ કરી નથી અને ક્યારેય પણ આ અંગે ખુલીને વાત કરી નથી. કિયારા અને સિદ્ધાર્થ બંને ડિનર ડેટ અને વેકેશન પર સાથે જોવા મળ્યા છે.

વર્ક ફ્રન્ટ પર હવે શું છે ??

કિયારા અડવાણી હવે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘મેઝ 2’માં જોવા મળશે. આગામી તા. 20 મેના રોજ રીલિઝ થઈ રહેલી આ ફિલ્મને લઈને કિયારાના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય અભિનેત્રી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં પણ જોવા મળશે. આ સિવાય ફિલ્મ ‘જુગ-જુગ જિયો’ અને ‘ભૂલ ભલૈયા 2.0’ પણ કિયારાની પાસે છે.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા પણ અત્યારે ખૂબ જ વ્યસ્ત છે. અભિનેતા સિદ્ધાર્થ ટૂંક સમયમાં ‘પુષ્પા-ધ રાઇઝ’ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે સ્ક્રીન શેર કરશે. આ બંને ફિલ્મ ‘મિશન મજનૂ’માં સાથે જોવા મળશે. આ ઉપરાંત, કરણ જોહરની ‘યોદ્ધા’ ફિલ્મમાં સિદ્ધાર્થ એક અલગ જ અવતારમાં જોવા મળશે. આ સિવાય સિદ્ધાર્થ અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સાથે પણ ‘થેન્ક યુ ગોડ’ ફિલ્મમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો – Sapna Choudhary: સાડી પહેરીને રવિનાના ‘અખિયોં સે ગોલી મારે’ ગીત પર સપના ચૌધરીએ મચાવી ધૂમ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">