પોતાના બાળકોને લઈને Shweta Tiwariનું છલકાયું દર્દ, જાણો શુ કહ્યુ ?

ટીવી સીરિયલમાં પ્રેરણા તરીકે ઘર-ઘરમાં જાણીતી થયેલી શ્વેતા તિવારી (Shweta Tiwari) તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં આવે છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 10:13 AM, 30 Mar 2021
પોતાના બાળકોને લઈને Shweta Tiwariનું છલકાયું દર્દ, જાણો શુ કહ્યુ ?
શ્વેતા તિવારીનું ફરી છલકાઈ ઉઠ્યું દર્દ

ટીવી સીરિયલમાં પ્રેરણા તરીકે ઘર-ઘરમાં જાણીતી થયેલી શ્વેતા તિવારી(Shweta Tiwari) તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં આવે છે તેથી વધુ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. શ્વેતાના બીજી વારનું લગ્નજીવન પણ તૂટવાને આરે છે. શ્વેતાએ ભલે તેના પતિ અભિનવ કોહલી સાથે છૂટાછેડા ના લીધા હોય પરંતુ તે તેની સાથે નથી રહેતી. શ્વેતાએ અભિનવ સાથે લગ્ન કરતા પહેલા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. રાજા અને શ્વેતાને એક દીકરી પલક છે. તો અભિનવ અને શ્વેતાને એક દીકરો છે. હાલમાં જ શ્વેતાએ એક ઇન્ટરવ્યૂમાં લગ્નજીવન તૂટવાની બાળક પર શું અસર પડે છે તે વિષે જણાવ્યું હતું.

શ્વેતાએ જણાવ્યું હતું કે, મારા બંને બાળકો હંમેશા ખુશ રહે છે. આટલી તકલીફ સહન કર્યા બાદ પણ કયારે પણ ઉદાસ નથી થયા. ક્યારેક ક્યારેક મને લાગે છે કે, બાળકો મારી સાથે તેની ફીલિંગ્સ છુપાવી રહ્યા છે. પલકે એ પણ જોયું છે કે જયારે તેના પિતા એટલે કે રાજા ચૌધરી મને મારતો હતો. પલકે 6 વર્ષની ઉંમરમાં ઘણું જોયું હતું. પલકે બધી મુશ્કેલી જોઈ હતી. પોલીસ અમારે ઘરે આવતી હતી. તેની માતા પોલીસ પાસે જતી હતી. તો મારો પુત્ર ફક્ત 4 વર્ષનો છે તેને પણ પોલીસ અને જજ વિષે ખબર છે.

શ્વેતા તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, તેને ખબર નથી પડી રહી કે આ બધી વસ્તુથી બાળકોને કેવી રીતે બચાવે. શ્વેતાએ વધુમાં કહ્યું હતું કે, આજે તેના બાળકો જે પરિસ્થિતિમાં છે તેના માટે જવાબદાર હું છું કારણ કે મે ખોટા માણસ પર પસંદગી ઉતારી હતી. શ્વેતાએ વધુમાં કહ્યું હતું કે, ભલે તે મારે કારણે તકલીફ સહન કરતા હોય પરંતુ તેના ચહેરા પર આજે પણ સ્માઈલ છે.

થોડા દિવસો પહેલા શ્વેતાની પુત્રી પલક તેના પિતા રાજા ચૌધરીને મળી હતી. રાજા ઘણા વર્ષો પછી તેની પુત્રીને મળ્યો હતો. રાજા આ વિશે વાત કરતા કહ્યું હતું કે, હું અને પલક ફોન પર વાત કરતા હતા, પરંતુ અમે મળ્યા ના હતા. તાજેતરમાં જ હું મુંબઈ આવ્યો હતો તેથી મેં તેમને મળવાનું કહ્યું. તે તેના કામમાં વ્યસ્ત હતી, પરંતુ પલકે સમય કાઢ્યો હતો અને મને મળી હતી. જીવનએ મને મારી પુત્રી સાથેના મારા સંબંધોને સુધારવાની તક આપી છે. મેં પલકનેજોઈતો કેટલી મોટી થઇ ગઈ છે. હું મિસ કરતો હતો પલક સાથે વાત, તેની સ્કૂલ, તેની પસંદ-ના પસંદ વિષે જાણવા. પલક એક સમજદાર માણસ છે. આ માટે હું શ્વેતા તિવારીનો આભાર માનીશ. હું આશા રાખીશ કે હું આગળ પણ પલકને મળતો રહું.

શ્વેતાના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે છેલ્લે મેરે ડેડ કી દુલ્હનમાં નજરે આવી હતી. આ શોમાં દર્શકોને શ્વેતાનો રોલ ઘણો પસંદ આવ્યો હતો.