AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું શ્રેયસ અય્યર ખરેખર ઘમંડી છે ? ‘લોકઅપ’ શોમાંથી બહાર આવી બહેન શ્રેષ્ઠાએ ભાઈના જીવનના અનેક મોટા રહસ્યો ખોલ્યા!

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરનો લોકઅપ શોમાં સફર પૂર્ણ થઈ ગયો છે. શોમાંથી બહાર આવ્યા બાદ તેણે પોતાના વ્યક્તિગત જીવન અને ભાઈ શ્રેયસ અય્યરના સંઘર્ષ, ત્યાગ અને સફળતા વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

શું શ્રેયસ અય્યર ખરેખર ઘમંડી છે ? 'લોકઅપ' શોમાંથી બહાર આવી બહેન શ્રેષ્ઠાએ ભાઈના જીવનના અનેક મોટા રહસ્યો ખોલ્યા!
Shreyas Iyer Sister Shresta IyerImage Credit source: X
| Updated on: Jul 09, 2026 | 2:32 PM
Share

શ્રેષ્ઠા અય્યરે તેના ભાઈ શ્રેયસ ઐયરના સંઘર્ષો વિશે બોલતા કહ્યું કે , મને લાગે છે કે શ્રેયસ વધુ સારું લાયક છે. મેં તેની મહેનત અને સંઘર્ષને ખૂબ જ નજીકથી જોયા છે. તેણે પોતાના જીવનમાં ઘણો ત્યાગ કર્યો છે. મને જે સરળ જીવન મળ્યું, તે તેને ક્યારેય મળ્યું નહોતું. શ્રેયસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેણે વધુમાં જણાવ્યું કે શ્રેયસ પરિવારના મોટા હોવાથી બાળપણથી જ અનેક જવાબદારીઓ ઉઠાવી હતી.

શ્રેયસે પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવ્યો

શ્રેયસની બહેન કહે છે કે તેના (શ્રેયસ) કારણે અમારું પરિવાર સારું જીવન જીવી રહ્યું છે. હું તેને તેનો શ્રેય આપું છું કારણ કે તેણે અમારા માતાપિતાને આર્થિક રીતે ટેકો આપ્યો છે. તેની કારકિર્દી અને સફર ખૂબ જ મુશ્કેલ રહી છે. તેણે આગળ વધવા માટે કોલેજ અને મુસાફરી સહિત બધું જ બલિદાન આપ્યું છે. શ્રેયસ પોતાની પ્રેક્ટિસ માટે દરરોજ વહેલી સવારે બસમાં જતો હતો જેથી ટેક્સીનો ખર્ચ બચાવી શકાય.

કેપ્ટનશિપ અને ઈજાના સમયની વાત

શ્રેષ્ઠાના કહેવા મુજબ, શ્રેયસને કેપ્ટનશિપ ત્રણ વર્ષ પહેલાં જ મળી જવી જોઈએ હતી. જોકે તે હંમેશા સકારાત્મક વિચારે છે. શ્રેષ્ઠાએ એક ભાવુક ક્ષણ પણ શેર કરી. ઈજા બાદ જ્યારે તે હોસ્પિટલમાં શ્રેયસને મળવા ગઈ ત્યારે શ્રેષ્ઠા રડવા લાગી હતી. ત્યારે શ્રેયસે કહ્યું, “જો તારે રડવું હોય તો બહાર જઈને રડ, મારી સામે નહીં.” શ્રેષ્ઠાના જણાવ્યા પ્રમાણે, તેણે પોતાના ભાઈને માત્ર એક જ વખત રડતા જોયો છે. જ્યારે લગભગ 10 મહિના પહેલાં તેના પાળેલા કૂતરાનું મૃત્યુ થયું હતું.

શ્રેયસ ઘમંડી નથી: શ્રેષ્ઠા

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો શ્રેયસ અય્યરને ઘમંડી કહે છે. આ અંગે શ્રેષ્ઠાએ કહ્યું કે, “આ વાત બિલકુલ સાચી નથી. તે ખૂબ જ સરળ અને પ્રેમળ સ્વભાવનો છે. કોઈપણ ખેલાડી જ્યારે ભોજન કરી રહ્યો હોય અથવા અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યારે તેને વારંવાર પરેશાન કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ થઈ શકે છે.” તેણે જણાવ્યું કે શ્રેયસ પોતે સોશિયલ મીડિયા ચલાવતો નથી. તેની ટીમ આ કામ સંભાળે છે. કારણ કે તે ટ્રોલિંગથી દૂર રહેવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો, Breaking News : IND vs ENG ચોથી T20I કેટલા વાગ્યે શરૂ થશે? શું સમયમાં કોઈ ફેરફાર થશે?

Follow Us
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
g clip-path="url(#clip0_868_265)">