Toronto News : શહેનાઝ ગિલે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પાથર્યા સુંદરતાના કામણ, રેડ કાર્પેટ હોટ લુક્સ બન્યો ચર્ચાનો વિષય
અનિલ કપૂર અને એકતા કપૂરના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પોતાનો ચાર્મ બતાવતી જોવા મળી હતી. આ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2023 માં,કેટરિના કૈફ અને ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક શહેનાઝ ગીલે સૌથી વધારે હેડલાઇન્સ મેળવી છે. આ ઈવેન્ટમાં અભિનેત્રીનો લુક જોવા જેવો હતો.

ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2023માં શહેનાઝ ગિલથી લઈને અનિલ કપૂરના લુક્સે ઘણી લાઇમલાઇટ મેળવી હતી, જ્યારે અનિલ કપૂર અને એકતા કપૂરના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પોતાનો ચાર્મ બતાવતી જોવા મળી હતી. આ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2023 માં,કેટરિના કૈફ અને ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક શહેનાઝ ગીલે સૌથી વધારે હેડલાઇન્સ મેળવી છે. આ ઈવેન્ટમાં અભિનેત્રીનો લુક જોવા જેવો હતો. શહનાઝ ગિલનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર, તેના ચાહકો તેના દેખાવની તુલના હોલીવુડ અભિનેત્રીઓ સાથે કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : Toronto International Film Festivalમાં ભારતીય ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
શહનાઝ ગિલ લાગી રહી હતી ખુબ સુંદર
ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં બોલિવૂડ ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’નું પ્રીમિયર થયું. ફિલ્મની સમગ્ર કલાકારોએ પોતાની આગવી શૈલીથી ફિલ્મ ફેસ્ટિવલમાં હલચલ મચાવી હતી. આ ફિલ્મ કરતાં પણ લોકોમાં આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને ચર્ચા થઈ રહી છે. જ્યારે આ ફિલ્મમાં જોવા મળેલી અને દરેકની ફેવરિટ એવી શહનાઝ ગિલ હંમેશાની જેમ પોતાની સ્ટાઇલથી બધાનું ધ્યાન ખેંચી લીધું હતું. ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, પરંતુ આ તસવીરોમાં શહેનાઝ ગિલના હોટ લુકએ ચાહકોનું દિલ જીતી લીધું છે.
View this post on Instagram
ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ‘થેન્ક યુ ફોર કમિંગ’ની ટીમ અને સ્ટાર કાસ્ટનું શાહી સ્વાગત થયું. રેડ કાર્પેટ પર ફિલ્મની સ્ટાર કાસ્ટની શાનદાર એન્ટ્રી અને ડ્રમ વગાડીને કરવામાં આવેલ ડાન્સે ત્યાં હાજર લોકોને પણ ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા. ફિલ્મની સ્ટાર કાસ્ટે મીડિયા અને પાપારાઝીની સામે ઘણા પોઝ પણ આપ્યા હતા, જ્યાં શહેનાઝ ગીલે તેના હોટ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં તમને ભૂમિ પેડનેકર, કુશા કપિલા, શહેનાઝ કૌર ગિલ, શિબાની બેદી, ડોલી સિંહ, અનિલ કપૂર અને કરણ કુન્દ્રા જેવા સ્ટાર્સ જોવા મળશે.
Latest News Updates





