બોલિવુડમાં કોરોના સંક્રમણ યથાવત : કરીના કપૂર બાદ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહેલી આ અભિનેત્રી થઈ સંક્રમિત

માહીપ કપૂરની પુત્રી શનાયા કપૂર પણ કોરોના સંક્રમિત થઈ છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી છે.

બોલિવુડમાં કોરોના સંક્રમણ યથાવત : કરીના કપૂર બાદ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહેલી આ અભિનેત્રી થઈ સંક્રમિત
Shanaya Kapoor
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 16, 2021 | 4:15 PM

Mumbai : દેશમાં જ્યારથી કોરોનાનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) આવ્યો છે, ત્યારથી લોકોની ચિંતા વધી છે. બીજી તરફ બોલિવૂડના ઘણા સેલેબ્સ (Bollywood Celebs)  કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. હાલમાં જ કરીના કપૂર, (Karina Kapoor) અમૃતા અરોરા કોરોના સંક્રમિત થયા છે, જેના વિશે તેઓએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. માહીપ કપૂર પોઝિટિવ આવ્યા બાદ હવે તેની પૂત્રી શનાયા કપૂર (Shanaya Kapoor) પણ કોરોના સંક્રમિત થઈ છે.

શનાયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. શનાયાએ જણાવ્યું છે કે, તેને હળવા લક્ષણો છે અને તેણે પોતાને આઈસોલેટ કરી છે. શનાયા પોઝિટિવ આવ્યાના થોડા દિવસો પહેલા જ તેની માતા માહીપનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જુઓ પોસ્ટ 

તમને જણાવી દઈએ કે કરણ જોહરના ઘરે આયોજિત ડિનર પાર્ટી બાદ કરીના કપૂર, અમૃતા અરોરા અને સીમા ખાન કોરોના પોઝિટિવ આવ્યા હતા. હજુ ઘણા વધુ સેલેબ્સ પણ આ વાયરસની ઝપેટમાં આવી શકે છે.

BMC એક્શનમાં

શનાયા કપૂરનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ, BMCની ટીમે જુહુમાં હિરાલય બિલ્ડિંગને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કર્યું હતું. ઉપરાંત સંજય કપૂર અને પુત્ર જહાન કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે,જો કે ડ્રાઈવરનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

કરણ જોહરે BMC પર કર્યો કટાક્ષ

તાજેતરમાં પાર્ટી આયોજક કરણ જોહરે(Karan Johar)  સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું કે,”મારો  RTPCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું BMCના કામની પ્રશંસા કરું છું,પરંતુ 8 લોકો ભેગા થાય તેને પાર્ટી ન કહેવાય. અમે બધા લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કર્યું હતુ. આપણામાંથી કોઈ પણ આ મહામારીને હળવાશથી લઈ રહ્યું નથી.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો શનાયા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. કરણ જોહર ટુંક સમયમાં શનાયાને લોન્ચ કરશે.તેણે પોતાના પ્રોજેક્ટની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : મોડર્ન રિલેશનશિપ પર આધારિત પ્રતિક ગાંધી અને વિદ્યા બાલનની આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ, એક્ટ્રેસે શેર કરી તસવીર

આ પણ વાંચો : આર્યન ખાનની કન્ટ્રોવર્સી બાદ ગૌરી ખાને શેર કરી પહેલી પોસ્ટ, ફેન્સે કહ્યું હવે શાહરુખ ખાન……….!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati