AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોડર્ન રિલેશનશિપ પર આધારિત પ્રતિક ગાંધી અને વિદ્યા બાલનની આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ, એક્ટ્રેસે શેર કરી તસવીર

પ્રતિક ગાંધી અને વિદ્યા બાલનની અનટાઈટલ્ડ રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ ઉટીમાં ચાલી રહ્યું હતું. અભિનેત્રીએ તસવીર શેર કરીને આ માહિતી આપી છે.

મોડર્ન રિલેશનશિપ પર આધારિત પ્રતિક ગાંધી અને વિદ્યા બાલનની આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ, એક્ટ્રેસે શેર કરી તસવીર
Pratik gandhi and Vidya balan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 2:01 PM
Share

Viral Photos : એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટની અનટાઈટલ્ડ રોમેન્ટિક (Untitled Romantic Film) કોમેડી ડ્રામા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન (Vidya Balan), પ્રતિક ગાંધી (Pratik Gandhi) , ઇલિયાના ડીક્રુઝ અને હોલીવુડ સ્ટાર (Hollywood Star) સેંથિલ રામામૂર્તિ લીડ રોલમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા આ કોમેડી ડ્રામા સિરીઝની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવવુ રહ્યુ કે, આ ફિલ્મનું શૂટિંગ ઉટીમાં કરવામાં આવ્યું છે.

આ ફિલ્મનું શૂટિંગ થયુ પૂર્ણ

વિદ્યા બાલન અને પ્રતિક ગાંધી અભિનીત આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયુ હોવાની માહિતી એક્ટ્રેસ વિદ્યા બાલને (Actress Vidya Balan) આપી છે.સાથે જે તેણે એક તસવીર પણ શેર કરી છે. જો સૂત્રોનું માનીએ તો, આ ફિલ્મના સમગ્ર શુટિંગ દરમિયાન ફિલ્મના કલાકારોએ ખૂબ જ મસ્તી કરી હતી. વિદ્યા બાલન અને પ્રતિક ગાંધીની વાયરલ થઈ રહેલી આ તસવીરમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યાનો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ઇલિયાના ડી’ક્રૂઝ અને સેન્થિલ રામામૂર્તિએ ગયા મહિને મુંબઈમાં આ ફિલ્મનુ શૂટિંગ પૂરું કર્યું હતુ.

જુઓ વાયરલ તસવીર

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya)

આ ફિલ્મ મોડર્ન રિલેશનશિપ પર આધારિત

ફિલ્મના નિર્દેશક શીર્ષ ગુહાના (Sirsh Guha) જણાવ્યા અનુસાર આ ફિલ્મ મોડર્ન રિલેશનશિપપર આધારિત છે. Ellipsis સાથે મળીને બની રહેલી આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, લોકો ફિલ્મના અદ્ભુત સ્વપ્ન કાસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટના (Ellipsis Entertainment) નિર્માતાઓ અનુસાર, પ્રેમ એક મુશ્કેલ વિષય છે. આ ફિલ્મમાં દર્શકોને એક સાથે અનેક ફ્લેવર જોવા મળશે. તમે તમારી જાતને આ સ્ટોરી સાથે કનેક્ટ કરી શકશો. મજબૂત કાસ્ટ, સારી સ્ક્રિપ્ટ અને દિગ્દર્શક સાથેની આ મલ્ટી-સ્ટારર ફિલ્મ વિશે અભિવાદન અને એલિપ્સિસ પહેલેથી જ ઉત્સાહિત છે. અગાઉ એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટે ‘નીરજા’, ‘તુમ્હારી સુલુ’ અને ‘વ્હાય ચીટ ઈન્ડિયા’ જેવી ફિલ્મો રેકોર્ડ કર્યા છે અને તાપસી પન્નુની ફિલ્મ ‘લૂપ લપેટા’ પણ આ જ કંપની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Liger Release : મોસ્ટ વોન્ટેડ વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ આ તારીખે સિનેમા ધરોમાં મચાવશે ધમાલ

આ પણ વાંચો : મુન્નીનો મનમોહક અંદાજ : બજરંગી ભાઈજાનની મુન્નીએ ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

Follow Us
મહુવા: લાલ ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતો પાણીના ભાવે વેચવા મજબુર- Video
મહુવા: લાલ ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતો પાણીના ભાવે વેચવા મજબુર- Video
વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા
વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા
અમદાવાદમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી
અમદાવાદમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી
ગુજરાતમાં હાઈવે હોટલો અને ફ્રોઝન ડેઝર્ટ એકમો પર સઘન કાર્યવાહી
ગુજરાતમાં હાઈવે હોટલો અને ફ્રોઝન ડેઝર્ટ એકમો પર સઘન કાર્યવાહી
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં સૂકું વાતાવરણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં સૂકું વાતાવરણ
રાજકોટની 399 શાળા-કોલેજ પર ફાયર વિભાગનો સકંજો! 8 ટીમો મેદાનમાં
રાજકોટની 399 શાળા-કોલેજ પર ફાયર વિભાગનો સકંજો! 8 ટીમો મેદાનમાં
મોરબીમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી, ટ્રક અંડરપાસમાં ફસાઈ,જુઓ Video
મોરબીમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી, ટ્રક અંડરપાસમાં ફસાઈ,જુઓ Video
મનપાના રિપોર્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન થતા ઊઠ્યા મોટા સવાલ,જુઓ Video
મનપાના રિપોર્ટમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ ન થતા ઊઠ્યા મોટા સવાલ,જુઓ Video
સાબર ડેરીમાં ચૂંટણી મોકૂફ રહ્યા બાદ પ્રથમ બોર્ડ મીટિંગ ! Video
સાબર ડેરીમાં ચૂંટણી મોકૂફ રહ્યા બાદ પ્રથમ બોર્ડ મીટિંગ ! Video
ટી-શર્ટ પહેરી જાતે કેસ લડવા આવેલા વ્યક્તિને હાઈકોર્ટની ટકોર
ટી-શર્ટ પહેરી જાતે કેસ લડવા આવેલા વ્યક્તિને હાઈકોર્ટની ટકોર
g clip-path="url(#clip0_868_265)">